________________
૧૭૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
તે મોહનીય કર્મ બે ભેદે છે. એક ‘દર્શન મોહનીય’ એટલે ‘પરમાર્થ ને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિરૂપ’, બીજી ‘ચારિત્ર મોહનીય’; તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ ‘કષાય અને નોકષાય’ તે ચારિત્ર મોહનીય.
દર્શન મોહનીયને આત્મબોધ, અને ચારિત્ર મોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે... અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. ૧૦૩
જાતિ વેષનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી જે સાધે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭
શિક્ષામૃત
ઉપર કહ્યો તે મોક્ષમાર્ગ છે, તેમાં જાતિ કે વેષથી કાંઈ ભેદ પડતો નથી. જે માર્ગ સાધે તે મુક્તિપદને પામે.
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ ૧૧૦
Jain Education International
મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦
મતમતાંતર અને સંપ્રદાયનો આગ્રહ તજી દઈને જે આત્મા સદ્ગુરુના લક્ષે–તેની આજ્ઞાએ વર્તે તે શુદ્ધ સમકિતને પામે તેમાં કોઈ ભેદ કે પક્ષ પડતા નથી.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪
કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતાં તરત સમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪
For Personal & Private Use Only
www.jainelibrary.org