________________
શ્રી વચનામૃતજી
આપણને એમ લાગે કે સ્વપ્ન તો કરોડો વર્ષથી ચાલી રહ્યું છે, પણ જેવા જાગૃત અવસ્થામાં આવી જઈએ કે તુરત જ ગમે તેટલા લાંબા કાળથી સ્વપ્ન ચાલતું હોય તો પણ નાશ પામી જાય છે. તેવી જ રીતે અનાદિકાળથી વિભાવ આપણી સાથે ચાલ્યો આવ્યો છે તે પણ સ્વપ્નની જેમ આત્મજ્ઞાનનો આવિર્ભાવ થતાં સમાઈ જાય છે. દૂર થઈ જાય છે- નાશ પામી જાય છે- ક્ષય થઈ જાય છે.
શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂ૫ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો; સ્વયં જ્યોતિ એટલે કોઈપણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો; અને અવ્યાબાધ સુખનું ધામ છો. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. - ૧૧૭
આત્મા શુદ્ધ એટલે સંપૂર્ણપણે કર્મમલથી રહિત, બુદ્ધ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ અને ચૈતન્યઘન એટલે સ્વપર પ્રકાશક તથા સુખનું ધામ છે. જો વિચાર કરશો તો તે પદને મેળવી શકશો.
શિષ્ય - બોધબીજ પ્રાપ્તિકથન - કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. ૧૨૧
જ્યાં સુધી જીવ વિભાવભાવમાં રમે છે ત્યાં સુધી કર્મ લાગે છે તેથી કર્મનો કર્તા બને છે. કર્તા બનવાથી તેના ફળનો ભોક્તા એટલે કે કર્મનો ભોક્તા પણ તે બને છે. પણ જેવો વિભાવભાવથી પાછો ફરી સ્વસ્વભાવમાં રમણતાં કરવાનું શરૂ કરે એટલે પરભાવના કર્તા- ભોક્તા મટી જાય છે.
ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ;
મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ ૧૨૭ છએ સ્થાનક સમજાવીને તે સદ્ગુરુદેવ! આપે દેહાદિથી આત્માને જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. - ૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org