________________
શ્રી વચનામૃતજી
૧ ૭૧
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવ વીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. ૮૨
ભાવકર્મ છે તે આત્માના સંકલ્પ વિકલ્પ (ઉદયને અનુસરી થાય) છે, માટે ચેતનરૂપ કહ્યા છે. એ પ્રમાણે જીવવીર્યની ફુરણા થાય તો જડ પુદ્ગલરૂપી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે.
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે; એમ સિદ્ધ કરે છે; કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૪
સમાધાન - તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે જેમ શુભાશુભ કર્મ પદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અફળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી; માટે તે નિવૃત્તિ રૂપ મોક્ષ છે એમ તે વિચક્ષણ ! તું વિચાર. ૮૯
સમાધાન :- મોક્ષનો ઉપાય છે' કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિશે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન-પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮
રાગદ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. ૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org