________________
શ્રી વચનામૃતજી
૧૬૯
સુવિચાર દશા પ્રગટે. અને ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. જે જ્ઞાનથી મોહનો ક્ષય થાય. આવી વિચારદશા ઉત્પન્ન થાય અને મોક્ષમાર્ગ યથાર્થ સમજાય તે માટે ‘છ પદ' રૂપે ગુરુશિષ્યના સંવાદ દ્વારા હવે કહું છું તે સાંભળો.
- ષટ્યદનામકથન ♦
‘આત્મા છે’ ‘તે નિત્ય છે’ ‘છે કર્તા નિજકર્મ’;
‘છે ભોક્તા’, વળી ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ’. ૪૩
‘આત્મા છે,’ તે ‘આત્મા નિત્ય’ છે. તે આત્મા પોતાના ‘કર્મનો કર્તા' છે, તે ‘કર્મનો ભોક્તા' છે, તેથી ‘મોક્ષ’ થાય છે, અને તે ‘મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ’ છે, ૪૩.
ષસ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ તેહ;
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્કર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. ૪૪
આ ‘છ પદ’ એ જ મોક્ષનો ઉપાય એવો સદ્ધર્મ છે. આ છ પદ એ છ દર્શન છે અને મોક્ષમાર્ગ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ ઉપદેશ્યાં છે.
સમાધાન-‘આત્મા’ છે.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે. જેમ અસિને મ્યાન. ૫૦
અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે; અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, આત્મા અને દેહ બન્ને જુદાં જુદાં છે. ૫૦
તેમ
Jain Education International
તરવાર મ્યાનમાં હોય ત્યાં સુધી તલવાર અને મ્યાન એકરૂપે જ બહારથી દેખાય છે. પણ હકીકતમાં તે બન્ને જુદાં જુદાં છે, તેવી જ રીતે આત્મા દેહમાં રહેલો છે. બન્ને એકરૂપ લાગતાં હોવા છતાં બન્ને જુદાં જુદાં છે, તલવાર અને મ્યાનની જેમ.
છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઇન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન. ૫૨
કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કર્મેન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઇન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઇન્દ્રિયે દીઠેલું તે કન્દ્રિય જાણતી નથી અર્થાત્ સૌ સૌ ઇન્દ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન
For Personal & Private Use Only
www.jainelibrary.org