________________
શ્રી વચનામૃતજી
૧૬૭
અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા માટે કહું છું. તે લક્ષણો આવે નહીં ત્યાં સુધી આત્માર્થ સાધી શકાય નહીં.
- આત્માર્થી
લક્ષણ ♦
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૪
–
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. ‘ખં સંમંતિ વાસદ તં મોળંતિ પાસદ' – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણો એમ ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે. ૩૪
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો મોટો ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, અને જે દોષો સદ્ગુરુની આજ્ઞા ધારણ-કર્યા વિના જતા નથી તે સદ્ગુરુયોગથી સમાધાન થાય, અને તે દોષો ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુનો મોટો ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વર્તે. - ૩૫
-
આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય તે જ મુનિ ગણાય. તે જ સાચા ગુરુ કહેવાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર છે એમ સમજીને મન-વચન-કાયાથી તેમની આજ્ઞા ઉઠાવવી જોઈએ.
Jain Education International
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬
ત્રણે કાળને વિશે પરમાર્થનો પંથ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. ૩૬
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. ૩૭
એમ અંતરમાં વિચારીને સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં; એ રોગ જેના મનમાં નથી. ૩૭
ત્રણે કાળમાં મોક્ષમાર્ગ એક જ છે. તેને પોષણ આપે તે સવ્યવહાર કહેવાય છે. આમ
For Personal & Private Use Only
www.jainelibrary.org