________________
૧૬૩
શિક્ષામૃત
પોતાની વૃત્તિઓના સ્વરૂપની ખબર નથી અને વ્રત ધારણ કર્યાનો ગર્વ કરે છે. પરમાર્થને ગ્રહણ કરતો નથી, લોકોના માન-સન્માનની ચિંતા રાખે છે. નિશ્ચય નયને શબ્દરૂપે જ ગ્રહણ કરે છે, પરિણામમાં લાવતો નથી, ગુણ પ્રગટવાપણું થયું નથી છતાં સદ્વ્યવહાર- સંગુરુ-સત્ શાસ્ત્ર વિગેરેનો લોપ કરે છે અને તેમ કરતાં તે જીવો પોતાને જ્ઞાની માની સાધન રહિત બની. જાય છે. જ્ઞાનદશા પ્રાપ્ત થઈ નથી. સાધનો પણ હાથવગાં કરેલાં નથી એવા આ જીવનો જે સંગ કરે તે પણ ભવસાગરમાં ડૂબી જાય એટલે ભવભ્રમણના ફેરામાંથી છૂટે નહીં.
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ;
પામે નહીં પરમાર્થને, અ-અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે કારણ કે ઉપર કહ્યાં જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, તેમ આને પણ જ્ઞાની ગણાવવાના માનની ઇચ્છાથી પોતાના શુષ્કમતનો આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિશે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા જીવોમાં તે પણ ગણાય. ૩૧
નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ જેણે ક્રોધ, માન, માયા, લોભ રૂ૫ કષાય પાતળા પાડ્યા નથી, તેમ જેને અંતર વેરાગ્ય ઉત્પન્ન થયો નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્ય તુલના કરવાને જેને અપક્ષપાત દષ્ટિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા યોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨
શુષ્કજ્ઞાની પોતાનો આગ્રહ રાખે અને એમાં માનની ઇચ્છા પણ ભળેલી હોય તે અધિકારી છે, તેથી પરમાર્થને પામે નહીં. કષાયો મોળા પડ્યા નથી, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય થયો નથી, ગુણ ગ્રહણ કરવારૂપ સરળતા પ્રાપ્ત થઈ નથી. અપક્ષપાતપણે જોવાની દૃષ્ટિ ખુલી નથી તેને મોક્ષમાર્ગ મળતાં નથી એ તેનું દુર્ભાગ્ય છે.
લક્ષણ કહ્યાં હતાર્થીનાં, મતાર્થ જાવા કાજ;
હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈપણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ. તે લક્ષણ કેવો છે? તો કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩
મતાર્થી જીવનાં લક્ષણો મતાર્થ કાઢવાને માટે કહ્યાં. હવે આત્માર્થી જીવનાં લક્ષણો શું છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org