________________
શ્રી વચનામૃતજી
૧૬૧
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧0 આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કાર-તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષદર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. ૧૦
આશંકા:- વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સદ્ગુરુ કહ્યા છે, તે આજે હોવા યોગ્ય નથી.
સમાધાન :- વર્તમાન કાળમાં કદાપિ એમ કહેલું હોય તો કહેવાય કે “કેવળભૂમિકાને વિશે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા સદગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. - ૧૧
પરોક્ષ જિનેશ્વર ભગવંતોનો અપાર ઉપકાર છે; પણ સાધકને પ્રત્યક્ષ સગુરુનો લક્ષ થયા વિના આત્મવિચાર ઊગે નહીં.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો?સમયે જિનસ્વરૂપ.૧૨ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. ૧૨
જિનનું સ્વરૂપ સદ્ગુરુના બોધ વગર સમજાય નહીં, તો યથાર્થ સમજણ વગર શું ઉપકાર થાય ?
(આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org