________________
૧૬૦
શિક્ષામૃત
જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. હું
ઉજ્જવળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી ત્યાગ-વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે એમ કહ્યું છે.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજમાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય. અને જે ત્યાગ વેરાગ્યમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વેરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. ૭
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તે;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તેને સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષનાં લક્ષણો છે. ૮
જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જ્યાં જ્યાં આચરવું ઘટે, તે તે આચરવાની જેની ઇચ્છા છે, તે આત્માર્થી કહેવાય.
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.૯ પોતાના પક્ષને છોડી દઈ, જે સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપનો લક્ષ તેને થાય. ૯
વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્યમાર્ગ તે જ છે; અને અશ્રુથી પણ કલ્યાણ થાય એમ કહેવું છે તો તીર્થકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે.
વળી આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. “આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે (સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશ છે, કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યું છે), ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંતા પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન', સૂયગડાગાદિમાં ઠામ ઠામ એ જ કહ્યું છે. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org