________________
૧૫૮
શિક્ષામૃત
સાંભળવો. દરેક એમ માને છે કે હું જાણું છું, મને ખબર છે, મેં વાંચ્યું છે, ઘણું વાગ્યું છે; આ સ્વછંદ છે એને અહંકાર કહેવાય. એ હોય ત્યાં સુધી માર્ગે આગળ વધી શકાય નહીં. પ્રતિબંધ તો ઘણા છે. લોકનો પ્રતિબંધ લોકો કહે કે આ ભાઈ તો હવે ફલાણે ઠેકાણે જાય છે. આખી જિંદગી અહીં કાઢી અને હવે બીજે જાય છે. લોક શું બોલે એ ધ્યાનમાં લે તે લોક પ્રતિબંધ. પછી પોતાનો જે કુળધર્મ છે, જે ધર્મ પરંપરાએ ચાલ્યો આવે છે એનો પ્રતિબંધ. એ કુળના જે ગુરુ મહાત્માઓ ચાલ્યા આવે છે એમનો પ્રતિબંધ. આ બધાને ટાળીને અને સ્વછંદને મૂકીને આ મા આવી શકાય. જેટલા પ્રકારની ગાંઠો બાંધી હોય, પક્કડ રાખી હોય એ છોડી દેવી પછી સદ્ગુરુનો ઉપદેશ સાંભળવો.
એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ,
ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂ૫. મૂળ૦ ૧૧ આમ કોણ કહી ગયા છે ? જિનેશ્વર દેવ, ભગવાન શ્રી મહાવીર, શ્રી અરિહંત ભગવાને મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ કહ્યું છે. આ મારગનું શુદ્ધ સ્વરૂપે આવી રીતે શા માટે ભાખી ગયા છે ? ‘ભવ્યજનોના હિતને કારણે” – ભવ્ય જીવ, મોક્ષગામી જીવ હોય એના હિતને માટે. આ કોઈ અભવ્ય જીવોને માટે નથી. અભવ્ય જીવોને આની કંઈ અસર થવાની નથી. પણ જે ભવ્ય જીવો છે; એ યથાર્થ સમજીને, પુરુષાર્થ કરીને મોક્ષે જાય એટલા માટે આ કહ્યું છે. આ પ્રમાણે સંક્ષેપમાંટૂંકાણમાં એ આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ મેં જણાવ્યું છે એમ કૃપાળુદેવ કહે છે. આ અગિયાર કડીમાં એમણે મૂળમારગ આપી દીધો છે.
__गुरुणो छंदाणु वत्तगा ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સીયા, સીઝે છે અને સીઝશે.
૭૧૮
આત્મ-સિદ્ધિ પતિતજનપાવની, સુર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી. ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા, ભવ્ય સોભાગ્યની વિનંતિથી; ચારુતર ભૂમિના નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org