________________
શ્રી વચનામૃતજી
૧૫૭
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ,
તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ જીવને જાણ્યો, આત્માના ગુણ, લક્ષણ જાણ્યાં, એની પ્રતીતિ આવી. હવે એવો સ્વભાવ ઉત્પન્ન થાય ત્યારે સમ્યક ચારિત્ર આવે. જે સર્વથી ભિન્ન છે, અસંગ છે. કોઈની સાથે એ મળતો નથી, સૌથી જુદો છે, એવો સ્થિર સ્વભાવ ઊપજે એનું નામ સમ્મચારિત્ર, પોતાના આત્માની પરિણતિ સ્વભાવમાં જ રહે તેનું નામ સમ્મચારિત્ર. એ ઊંચામાં ઊંચું ચારિત્ર. એમણે ચારિત્ર શબ્દની પાછળ શબ્દ લગાડ્યો છે “અણલિંગ.' એટલે સાધુના કપડાં ન પહેર્યા હોય તો પણ થઈ શકે. સાધુને પણ થઈ શકે. સર્વને થઈ શકે. પુરુષ કે સ્ત્રી કે નપુંસગ લિંગ હોય તો પણ શુદ્ધ ચારિત્રને પામી શકે છે. મોક્ષને અને ચારિત્રને લિંગ સાથે કાંઈ લેવા કે દેવા નથી. એ તો જે આરાધે તે પામે.
તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ,
તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ આ સમ્યગુજ્ઞાન જુદું, સમ્યગદર્શન જુદું, સમ્યગુચારિત્ર જુદું એમ નહીં પણ ત્રણે અભેદ એટલે સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચરિત્રનો સમુચ્ચય-સાથે. માત્ર આત્મા સ્વભાવમાં લીન થઈ આત્મા રૂપ જ વર્તે ત્યારે તે મોક્ષમાર્ગ પામ્યો કહેવાય. આત્મદ્રવ્ય પ્રગટ થઈ ગયું એટલે સ્વભાવ પરિણતિ. “જ્યારે વર્તે તે આત્મારૂપ” એટલે આત્મા સમ્યજ્ઞાન, આત્મા સમ્યગુદર્શન, આત્મા સમ્મચારિત્ર એમ ત્રણેની અભેદપરિણતિ વર્તે ત્યારે એમ સમજવું કે ભગવાન આત્મા પ્રગટ્યોઆત્માનો સાક્ષાત્કાર થયો - ભગવાન મળ્યા. એ જિનેશ્વર ભગવાન બોધી ગયા છે. જેનો બોધ પોતે સમવસરણમાંથી કર્યો, એ મારગને પામ્યા. આ જીવ અભેદ પરિણામી થયો. બીજી રીતે કહીએ તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ.
એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ,
ઉપદેશ સદ્ગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એ વાં મૂળ જ્ઞાનાદિ પામવા એટલે જ્ઞાન આદિ કહ્યું એટલે સમ્યગૂજ્ઞાન-દર્શન-ચારિત્રને પામવાને માટે અને અનાદિથી આપણે જન્મ મરણ કરતાં આવ્યા છીએ એ બંધ ટાળવાને માટે કે જેથી ફરી જન્મ મરણ થાય જ નહીં. આ આત્મા કર્મનો બંધ કરે છે એ કર્મનો બંધ ચાલ્યો જાય. કર્મબંધ થાય નહીં એવી ઇચ્છા હોય તો સદ્ગુરુનો ઉપદેશ સાંભળવો. સદ્ગુરુ કેવા ? કે જેણે એ ઉપદેશ અનુભવ્યો હોય; જેને આત્માનો સાક્ષાત્કાર થયો હોય, એવા સદ્ગુરુને શોધી, એના આશ્રયે રહી એનો ઉપદેશ સાંભળવો. પોતાનો સ્વચ્છેદ મૂકી દઈને સદ્ગુરુનો ઉપદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org