________________
શ્રી વચનામૃતજી
૧૫૯
ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શકાય એવું આ પૂર્ણ શાસ્ત્ર છે. આના અર્થ પૂ. શ્રી અંબાલાલભાઈએ કરેલ, તે ૫.કૃ.દેવ જોઈ ગયેલા, એમ “આત્મસિદ્ધિ” વચનામૃત પાના નં. ૫૨૬માં ફૂટનોટમાં લખેલ છે. હવે પ્રથમ કડીથી શરૂઆત કરીએ.
જે
સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧
જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેલ્લું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. ૧
વર્તમાન આ કાળમાં, મોક્ષ માર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨
આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુ શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કરીએ છીએ. ૨
કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩
કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩
Jain Education International
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાન માર્ગ નિષેધતાં, તેહ ક્રિયાજડ આંઈ. ૪
બાહ્યક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી; અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. ૪
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી;
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫
બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવા નિશ્ચય વાક્ય માત્ર વાણીમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. પ
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન;
તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન.
વૈરાગ્યત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને
For Personal & Private Use Only
www.jainelibrary.org