________________
૧૫૪
શિક્ષામૃત
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિન સિદ્ધાંત, મૂળ,
માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ આ હું બોલું છું એના વચનની તમારા મનથી તુલના કરી જોજો. અને તોલી તોલીને માપજો અને આ હું બોલું છું એ જિન સિદ્ધાંત છે એની સાથે મેળવી જોજો; તો એમાં એમ જ કહેલું છે, એમ તમને ખબર પડશે. એમાં આજ વાત આવશે. મારે આ કહેવા માટે કોઈ સ્વાર્થ હેતુ નથી. માત્ર પરમાર્થ હેતુ છે કે લોકો સાચો માર્ગ પામે. માર્ગ તો સેંકડો ગમે-ગાઉ દૂર ગયો છે, ઢંકાઈ ગયો છે, લોકો જાણતા નથી કે માર્ગ શું છે ? આ એવી વાત છે કે કોઈ મુમુક્ષુ યથાર્થ રીતે સમજી શકશે. હું આ કહું છું એ જો કે બધા મુમુક્ષુ નહીં સમજી શકે, છતાં મારે તો બધા પામેએ ભાવનાથી જ કહેવું છે.
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ,
જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક્યારિત્રની શુદ્ધતા અને એ ત્રણેનું એકપણું અભેદપણું છે. એટલે કે સમ્યગ્રજ્ઞાન જુદું, અને સમ્મચારિત્ર જુદું એમ નહીં પણ ત્રણેનું એકપણું. એવી દશા આવે ત્યારે એ પરમાર્થથી જિનમાર્ગ-મોક્ષમાર્ગ થયો ગણાય. જિનમાર્ગ અવિરુદ્ધ છે. જે જિનેશ્વર ભગવાને પ્રબોધ્યો છે. આપણા સિદ્ધાંતના-શાસ્ત્રોના બુદ્ધ એટલે જ્ઞાની-જાણકાર પુરુષોએ આમ કહ્યું છે. પોતે હવાલો આપે છે. હું કહું છું એમ નહીં, પણ જે જ્ઞાની થઈ ગયા છે એ આ પ્રમાણે કહી ગયા છે.
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ,
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ લિંગ એટલે વેષ. જુદા જુદા લિંગ હોય. એટલે દિગંબર કપડાં નથી પહેરતા, શ્વેતામ્બર કપડાં પહેરે છે. એમ સ્થાનકવાસી, તેરાપંથી બધામાં થોડો થોડો ભેદ દેખાય છે. વ્રતમાં પણ એમ છે. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચાર વ્રત હતાં. શ્રી મહાવીર ભગવાનના વખતમાં પાંચ વ્રત થયાં. વ્યવહારમાં દેશ અને કાળાદિને લીધે ફેર પડે છે, ભેદ હોઈ શકે છે. કાળ બદલાય કે દેશ બદલાય એને લીધે વ્યવહારમાં થોડો ફેરફાર હોઈ શકે છે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા એટલે સમ્યગ્રજ્ઞાન-દર્શન-ચારિત્રની જે શુદ્ધતા છે અને દેશકાળની અસર થતી નથી. એ તો ત્રણે કાળે એક જ છે. એટલે શું ? કે શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં પણ રત્નત્રયમાં ફિર ન હતો. શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં પણ એમ જ હતું. શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં પણ એમ જ હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં અને શ્રી મહાવીર સ્વામીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org