________________
૧૫ ૨
શિક્ષામૃત
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
એ ઉપશમ સમ્યકત્વ. કૃપાળુદેવ અગિયારમાં ગુણસ્થાનકેથી પડ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ તો ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરતાં ખૂબ જોર કર્યું, તો પણ પડવાનું થયું, માટે હવે ન જાય તેવું સમક્તિ જોઈએ એટલે પછી પ્રગટ એને શોધવા નીકળ્યા. ક્યાં મળે ? ક્યાં મળે ? અને પૂ. મનસુખરામ સૂર્યરામ ઉપર પત્ર વ્યવહાર શરૂ કર્યો, ત્યાં પૂ. સૌભાગ્યભાઈનો ભેટો થયો. તેમની સાથે જ્ઞાનમાર્ગ વિશે વાતચીત થતાં આત્મદશાનું સ્મરણ થયું, તેથી એ પ્રમાણે સાધના કરતાં તેઓ તરત ઉપર ચઢી ગયા. પૂ. સોભાગભાઈ તો જ્યાં હતા ત્યાં રહી ગયા, તો પણ એમના ઉપકારના બદલામાં એમને ઠેઠ સુધી પહોંચાડી દીધા.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ.
જે જીવ પડવાઈ થાય, એને પછી ભવ ઘણા વધી જાય. એ પડે એની પછડાટ લાગે એથી ઘણા ભવ વધી જાય. ઘણા ભૂવ કરવા પડે, પણ અંતે તો મોક્ષે જાય. સાસ્વાદન એ બીજું ગુણસ્થાનક કહેવાય. એ પડી જાય તો પાછું સમક્તિ ક્યારે આવે ? સમકિત આવે પણ એને સમય લાગે .
અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ.
એટલે હજી એને સમક્તિ થવામાં વેદક એટલે કે જે વચમાં થોડી થોડી અડચણ આવે છે. થોડું પુદ્ગલનું વંદવું હોય તે.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સબંધી અહમમત્વાદિ હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય.
સાચું સમકિત હોય તો આ અહં એટલે હું હું અને હું એવું જે ચારે તરફ છે અને મારું મારું જે છે એ મટી જાય. સમ્યકત્વ સાચું હોય તો, લાભ થાય તો આનંદ અને નુકસાન થાય તો શોક થાય, એ બધું ક્રમે કરીને ક્ષય થઈ જાય. નાશ પામી જાય. બીજા ભાવ, પરભાવ કે જે આપણા સંસારમાં પ્રસંગોથી બને છે, તે સંબંધી અહમમત્વાદિ નાશ થાય અને હર્ષ કે શોક ન થાય.
મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે.
એ ચારિત્ર એટલે જ્ઞાન અને દર્શન કાયમ રહે એનું નામ ચારિત્ર. એ સતત રહે, મનથી એ આત્મામાં સ્વભાવમય થઈ જાય. આવું ચારિત્ર આરાધે તે સિદ્ધિને પામે છે. અને આત્મા સ્થિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org