________________
શિક્ષામૃત
રાળજ મુકામ હતો ત્યારે ‘હે પ્રભુ ! હે પ્રભુ !’ લખ્યું વચમાં યમનિયમ મૂક્યું કે કોઈ જીવનો લક્ષ જશે. ‘હે પ્રભુ ! હે પ્રભુ !’ અને ક્ષમાપના રોજ બોલીએ છીએ, પણ કોઈનું લક્ષ જાય છે કે એમાં શું લખ્યું છે ? અને ‘યમનિયમ’માં એમ લખ્યું છે કે બીજાં સાધન બહુ કર્યાં, પણ કાંઈ આરો આવ્યો નહીં, તો હવે કાંઈ સાધન બીજાં હોવાં જોઈએ. તે આ પત્રમાં તો ઘણાં છે. સદ્ગુરુ એટલે જેને ભગવાન-આત્મા મળેલ છે એવા ગુરુ પછી સત્સંગ, ત્રીજું સાધન સસ્તું શાસ્ત્ર. આમ નામ આપણે વાંચતા હોઈએ. વિદ્વાન થયો. આમાંથી ઘણું મોઢે કર્યું પણ જો એને યથાર્થ સમજણ ન હોય કે એનો યથાર્થ ઉપયોગ જેમ થવો જોઈએ એમ ન કરે તો તે ફક્ત ભારરૂપ બને છે. પછી આવે સદ્વિચાર; ધ્યાન કરતાં જે સદ્વિચાર કરો છો કે હું કોણ છું ? સંયમ એટલે જીવન કેવું હોવું જોઈએ ? સંયમ એટલે દીક્ષા લીધી અને માત્ર કપડાં બદલાવ્યાં એટલું જ બસ નથી. પણ ઝીણી ઝીણી બાબતમાં પણ ઊંચું જીવન હોવું જોઈએ. પાંચે ઇન્દ્રિય ઉપર કાબુ અને ક્રોધ, માન, માયા લોભ એ કષાયોને ઉપશમાવવા, એને મંદ કરવા જોઈએ. આટલું કરે તો આ સાધનો તમને મોક્ષે લઈ જાય.
૧૫૦
આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમ કે પ્રગટ અનુભવમાં આવે છે.
‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે’ ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘આત્માનો મોક્ષ છે’ અને ‘મોક્ષનો ઉપાય છે.’ આ સઘળા સ્પષ્ટ અનુભવમાં આવે છે.
ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી, શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે.
જ્યાં સુધી ભ્રાંતિ છે. દર્શનમોહ છે, મિથ્યાત્વ છે, ત્યાં સુધી તો ક્ષણે ક્ષણે કર્મ બંધાય છે. જૂનાં ભોગવાય છે અને એ ભોગવતાં ભોગવતાં નવાં કર્મ બંધાય છે. આપણામાં અજ્ઞાન ભરેલું છે એટલે આપણો આત્મા ઘડીભર નવરો બેસતો નથી તેથી કાં શુભ કર્મ બાંધે છે,
છે
અશુભ કર્મ
બાંધે છે. જો ભ્રાંતિ જાય- અજ્ઞાન જાય- જ્ઞાન પ્રગટ થાય તો કર્મ ન બંધાય. કર્મ લાગે નહીં. કરે બધું છતાં કર્મ લાગે નહીં.
કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે.
જે કર્મો બાંધ્યા હોય એથી આત્માને કાં તો શુભ ફળ મળે અને કાં તો અશુભ ફળ મળે. પણ ફળ ભોગવવું જ પડે.
ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. ક્ષેત્ર છે. આ પુણ્ય ભોગવવા ક્યાં જાય ? આ પાપ ભોગવવા ક્યાં જાય ? તો કહે એનાં ક્ષેત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org