________________
શ્રી વચનામૃતજી
૧૫૩
થઈ જાય, તે સ્વભાવ સ્થિતિ પામે છે એનો સ્વભાવ સ્થિર થઈ જાય. આપણે જ્ઞાનસારનું ‘સ્થિરતા અષ્ટક વાચ્યું. એવી દશા જેની થાય તે સ્વભાવ સ્થિતિ પામે છે, અને આત્મસ્વરૂપ પ્રગટ થાય. છે; એમાં સ્થિર થાય છે. | નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે.
એ અંતરાય કયો ? શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબે એમના સ્તવનમાં બતાવ્યું છે અને કૃપાળુદેવે એમના વચનામૃતમાં બતાવ્યું છે શું ? અંતરાય કર્મ (દાનાંતરાય, લાભાંતરાય, વીયાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય)ની પ્રકૃતિઓનો નાશ થાય ત્યારે સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન આદિ પ્રગટે છે. એટલે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે. કેવળ જ્ઞાન છે.
કેવળ એટલે માત્ર પોતાના સ્વભાવની જ પરિણતિ તે કેવળજ્ઞાન છે. માત્ર પોતાના સ્વભાવમાં ડૂબી રહેવું એ જ પરિણતિ- બીજી પરિણતિ નહીં, વચમાં વિક્ષેપ નહીં; અખંડ. તે કેવળજ્ઞાન છે. કૃપાળુદેવે ફરીથી ‘કેવળજ્ઞાન’ શબ્દ લખીને એ વાત પર ભાર મૂક્યો છે.
૭૧૫
શ્રી મહાવીર ભગવાને જે માર્ગ કહ્યો છે અને આ એક કાવ્યમાં જ કૃપાળુદેવે કહી દીધો છે. વળી આ મૂળ માર્ગ છે એમ પણ એમણે કહ્યું છે. સનાતન માર્ગ કહ્યો છે. આ બધા દિગંબર, શ્વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, ૬ કોટી, ૮ કોટી એ બધામાં સનાતન માર્ગ કયો ? એ માર્ગ કૃપાળુદેવે આ કાવ્યમાં કહ્યો છે. જેને શ્રી મહાવીર ભગવાને પ્રરૂપેલો છે.
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ,
નોય પૂજાદિની જો કામના રે, નોય વહાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ ભગવાન મહાવીર જે પ્રરૂપી ગયા છે એ મૂળ મારગ શું? એ કૃપાળુદેવે આમાં દર્શાવ્યો છે. ભાઈ ! મોક્ષે જવાનો મૂળ મારગ હું તમને કહું છું, માટે તમે સાંભળો. હે ભવ્ય જીવો ! તમે સાંભળવા માટે તમારી વૃત્તિ અખંડ સન્મુખ કરો. જે કહેવામાં આવે છે તેના ઉપર તમારો ઉપયોગ સ્થિર કરો. જેને આપણે એકતાર વૃત્તિ કહીએ છીએ એ તમે કરો. બરાબર કાન દઈને સાંભળો. જો તમને પૂજાદિ એટલે બધા તમે ધાર્મિક છો એમ માને અને તમારું સન્માન કરે એની કામના ન હોય અને તમને ભવનું–જન્મ મરણનું દુઃખ છે એ વ્હાલું ન હોય તો તમે સાંભળજો .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org