________________
શ્રી વચનામૃતજી
૧૪૯
છો ? તો કહે, હા, જ્યાં સુધી દિશાભ્રમ છે, ત્યાં સુધી મરણ રહે. શું દિશાભ્રમ ? તો કહે કે “આ શરીર એ હું’ એમ માનો છો. સવારે ઊઠો ત્યારથી રાત્રે સૂવો ત્યાં સુધીમાં શરીર એ હું એમ સમજીને જ વતાં છો, અને કામ કરો છો. આ શરીર એ હું નહીં પણ હું તો આ જાણનારો, દેખનારો આત્મા છું એમ જાણીને આપણે વર્તીએ છીએ ? ના. એટલે આપણે પરભાવના કર્તા છીએ, એ પ્રભાવનું કર્તાપણું એ જ દર્શનમોહ છે. એ જ મિથ્યાત્વ છે. એ જ અજ્ઞાન છે. એ જ અવિદ્યા છે. એ જ્યાં સુધી હોય ત્યાં સુધી જન્મ મરણના ફેરા ટળે નહીં. એ અજ્ઞાનને કાઢો તો સાચી સમજણ આવે. પણ કઢાય કેવી રીતે ? આમાં મીઠાશ લાગે છે.
તેના ફળનો ભોક્તા છે.
જેમ ભ્રાંતિથી પરભાવનો કર્યા છે, તેમ એનાથી જે કર્મો બંધાય છે તેના ફળનો ભોક્તા છે. એ ફળ આપણે જ ભોગવવાં પડે છે. આપણા વતી કોઈ બીજા ભોગવી શકે ? કહેવામાં આવે કે ચાલો મને તમારો રોગ આપી દો, તો એ અશક્ય છે. દર્દી એમ કહે કે આ તો કાંઈ દેવાતા હશે ? આ તો મારે જ ભોગવવાના છે. જેને આવે એને ભાંગવવાનું છે, એટલે કોઈ પણ ક્રિયા નિષ્ફળ જતી નથી. કર્તાપણું હોય ત્યાં ભોક્તાપણું છે. એટલે એ કર્મ બાંધીએ છીએ તે આપણે જ ભોગવવાં પડે છે. કર્મ ન બાંધીએ અને સદેહે મુક્ત થઈ જઈએ તો એનું ફળ મુક્તપણું જ આવે.
ભાન થયે સ્વભાવપરિણામી છે.
આપણે દીક્ષા લીધી છે ભાન થવા માટેની. જો આપણને ભાન થાય કે હું કોણ છું ? તો સ્વભાવ પરિણતિ જાગૃત થાય. ગુરુકૃપાથી, સશાસ્ત્રથી, આપણા પુરુષાર્થથી આપણને જ્યારે ભાન થાય ત્યારે એની પરિણતિ કેવી હોય ? સ્વભાવ પરિણતિ હોય. આ દુનિયાના લોકોને દેખાય કે આ બધું કામ કરે છે, પણ એ ને અંદર જ મૃત હોય, એની સ્વભાવની પ્રરિકૃતિમાં જ હોય, છતાં મન વચન, કાયાના યોગ કામ કરે.
સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે.
એટલે ૨૪ કલાક સ્વભાવપરિણતિ. આ દેહ જ એ પ્રમાણે આઠે પહોર મોક્ષનું સુખ, સ્વભાવ પરિણતિ ભોગવાતી હોય તો મોક્ષ જવાની એને ઇચ્છા થાય ? એ તો આવવાનું જ છે, અવશ્ય આવવાનું છે. પણ જે ત્યાં ભોગવવાનું છે એ અહીં ભોગવે છે. એ સ્વભાવમાં, માત્ર એના સુખમાં, એના દર્શનમાં જે મગ્ન છે એનું નામ “મોક્ષ છે.
સદ્ગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે. " માં જવું છે તમારે ? તો જુઓ હું સાધન બતાવું છું એમ કૃપાળુદેવ કહે છે. કૃપાળુદેવનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org