________________
૧૪૮
શિક્ષામૃત
આત્મા છે. દેખાય છે તમને ? હમણાં હાથ ઉપર અગ્નિ મૂક્યો હોય તો તેનું સંવેદન થાય તે સ્વસંવેદન કહેવાય, કારણ કે અંદર આત્મા છે એ રાડ પાડે. શીતળ બરફ મૂકીએ, તો ઠંડું લાગે; એ શેને લીધે થાય છે ? આત્મા છે તો થાય છે. એમ તાવ આવે તો માથું ગરમ લાગે, દુઃખે, આ બધુ સંવેદન કહેવાય. આમ આત્માનું સંવેદન અનુભવવામાં આવે છે. સ્વસંવેદન એટલે આત્મસ્વભાવનું વંદન.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અને અમિલન સ્વરૂપ હોવાથી.
આત્મા જન્મતો નથી અને મરતો પણ નથી. કોઈ સંયોગાથી જેની ઉત્પત્તિ ન હોય તેનો નાશ પણ ન હોય. તેથી આત્મા મરતો નથી. આપણને બીક મોતની જ લાગે છે. સાચી વાત છે ને ?
આત્મા નિત્ય છે, પણ આપણને લાગતો નથી. આપણને તો ડગલે ને પગલે મોતની બીક લાગે છે. જો સમજો કે મોત આપણું નથી થતું, આત્મા મરતો જ નથી ત્યારે મત કોને થાય છે ? આ શરીરનું.
એક બીજો વાંધો છે કે મોતની બીક નથી લાગતી, પણ આ બધું બાથ ભીડીને બેઠા છીએ, આપણી મિલકત, સ્ત્રી, પુત્ર-પત્ની એને મોહથી પકડીને બેઠા છીએ અને એમ થાય છે કે અરર ! આ બધું મૂકીને ચાલ્યા જવું પડશે ! આ ઘોર અજ્ઞાન છે કે નહીં ? એમ થાય તો તેનું કર્મ કેટલું લાગે ? જે વખત જેવી રીતે જવાનું છે એમાં ફેરફાર છે ? છઠ્ઠની સાતમ થતી નથી, તો કેટલી સમજણ કહેવાય આપણી ? બહુ ડાહ્યા કહેવાઈએ ને ! આવું છે આપણું. મોતની બીક-એ મોતની નથી પણ એ મોહાંધપણું છે. આપણે મોહથી આંધળા બન્યા છીએ.
આત્મા ઉત્પન્ન થતો નથી, તેમ કોઈ સાથે મળી જઈને એકમેક થઈ જતો નથી. અજ્ઞાન દશાને કારણે ભળી જાય છે પણ મળી જતો નથી, માટે જન્મ-મરણ કરે છે. પણ તમને જો જ્ઞાન પ્રાપ્ત થયું છે તો ભળી જઈને એકમેક થવું ન જોઈએ, અને જ્યાં સુધી આપણે એકમેક ન થઈએ ત્યાં સુધી આપણને નવાં કર્મ ન બંધાય; આ એની કૂંચી છે.
ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.
જોવા-જાણવાના ભાવ એ સ્વભાવ અને એ સિવાયના બીજા જે જે ભાવ આપણે કરીએ છીએ એ બધા પરભાવ.
ભ્રાંતિ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ, ઊંધી સમજણ કેવી ઊંધી સમજણ ? દિશાભ્રમ પૂર્વને પૂર્વ માનવાને બદલે પશ્ચિમને પૂર્વ માન્યું છે. બસ, અમે આટલા બધા ડાહ્યા. પાંચમાં પૂછાઈએ, બધા એમ કહે છે એના જેવો કોઈ હોશિયાર નહીં અને છતાં અમને દિશાભ્રમ છે એમ કહો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org