________________
૧૩ ૨
શિક્ષામૃત કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોધ સ્થિર રહેવો વિકટ છે.
જો બોધ સ્થિર ન રહે તો પુરુષાર્થ તો ક્યાંથી થાય ?
૬૪૮ દેશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.
આપણું શરીર, આપણું કુટુંબ, આપણું ઘર, આપણો ધંધો અને મિલકત એ બધું જેટલું દશ્ય છે એને જ્ઞાનીએ અદશ્ય કર્યું છે. બહારમાં જ જેની વૃત્તિ ફરે છે અને હું કોણ છું એ ખબર નથી. એને માટે આત્મા અદશ્ય છે. જ્ઞાની પુરુષોએ આત્માને દશ્ય કર્યો છે. અને બાહ્ય જગતને અદશ્ય કર્યું છે. આ આશ્ચર્યકારક છે. એનું વર્ણન કરવું સરળ નથી.
ઉ૪૯ ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે, તો પછી આખી આયુષ્યસ્થિતિ !
એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાની થવી જોઈએ ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલા અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે. સુખ અને આનંદ એ સર્વ પ્રાણી, સર્વ જીવ, સર્વ સત્ત્વ અને સર્વ જંતુને નિરંતર પ્રિય છે, છતાં દુઃખ અને અઆનંદ ભોગવે છે એનું શું કારણ હોવું જોઈએ? અજ્ઞાન અને તે વડે જિંદગીનો હીન ઉપયોગ. હન ઉપયોગ થતો અટકાવવાનો પ્રત્યેક પ્રાણીની ઇચ્છા હોવી જોઈએ, પરંતુ કયા સાધન વડે ?
ગયેલાં વર્ષો પાછાં આવતાં નથી. માટે એક પળનો પણ હીન ઉપયોગ ન થાય તેટલા સાવધ રહેવું જોઈએ. આપણા અજ્ઞાનને કારણે હીન ઉપયોગ થાય છે તો તેવું અજ્ઞાન દૂર થાય તે માટે પુરુષાર્થ કરવો જોઈએ; જ્ઞાનીનો સત્સંગ કરવો જોઈએ.
૬૫o
આ પત્રમાં કૃપાળુદેવે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org