________________
શ્રી વચનામૃતજી
૧ ૩૧
કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
૬૪૧ ‘દેખતભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.” એવો સ્પષ્ટ અનુભવ થાય છે, તેમ છતાં તે જ દેખતભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતના વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે?
દેખતભૂલી એટલે આપણી દૃષ્ટિમાં દેખવાની જ ભૂલ છે. એ ભૂલથી શું થાય છે ? આ બધું - આ શરીર, કુટુંબ કે મિલકત એ આપણું નથી, પરંતુ તેને આપણું માન્યું છે. પરંતુ આપણે પોતે કોણ છીએ તેની પણ આપણને ખબર નથી.
૬૪૨ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ?
આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવો યોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગવેષવા યોગ્ય છે.
જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે?
આપણે સવારે ઊઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી પરવસ્તુનો સંગ અને પરની કથા કરતા હોઈએ છીએ. એમાં આખો દિવસ વહ્યો જાય છે. . કેવી દુર્લભ મનુષ્યદેહ છે ! જે સમય ગયો એ પાછો આવે ? માણેક અને નીલમ જેવાં કીમતી રત્નો આપીએ તો પણ ગયેલો સમય પાછો મળતો નથી.
ઉ૪૭ અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સરુચરણના આશ્રયે કરી બોધબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org