________________
૧૩૦
શિક્ષામૃત
દેખાશે. તત્ત્વસ્વરૂપ એવા સલ્ફાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે; એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે, અને તેનું સ્વરૂપ પણ જુદું છે, જેમ માત્ર કથનશાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.'
“હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમ કે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી એવા હેતુથી એ સાધનો કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીઓએ તત્ત્વનું તત્ત્વ કહ્યું છે.”
પાત્રતા પ્રાપ્ત થવા માટે બાહ્ય સાધનોની જરૂર પડે છે. પણ સમજણ ફેરના કારણે તેમાં જ અટકી પડે છે, તે ભૂલ છે. આંતરિક પરિણતિ પારિણામિક ભાવ તરફ ન વળે તો બાહ્ય સાધનો નિષ્ફળ કરે છે, કારણ કે તે મોક્ષમાર્ગના હેતુ થતા નથી.
૬૩૬ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે.
સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.
ઉત્કર્ષ આવે છે એટલે અહંકાર આવે છે.
ઉ૪૦ વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org