________________
શ્રી વચનામૃતજી
૧૩૫ હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદ્દેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરૂણાશીલ એવા તે પુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.
મહાત્મા ગૌતમ બુદ્ધ નાના રાજ કુમાર હતા ત્યારે જ્યોતિષીઓએ એવી આગાહી કરેલી કે કાં તો તેઓ મહાન ચક્રવર્તી રાજા થશે અને કાં તો તેઓ ગૃહત્યાગ કરીને મહાન ધર્મપ્રવર્તક થશે. એટલે એમના પિતાએ નોકરોને એવી ભલામણ કરેલી કે કોઈ દુઃખી, દરિદ્રી, રોગી, વૃદ્ધ માણસ કે મૃત્યુ પામેલા માણસનું શબ એમની નજરે ન પડે તે રીતે સાચવશો. છતાં એ ચારે ગૌતમની નજરે પડ્યા હતા અને તે સંસારના સ્વરૂપના ચિંતનમાં પડી ગયા હતા, અને સંસારથી છૂટી જવા તેમણે ગૃહત્યાગ કર્યો હતો.
૬૬૮
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું મહાભ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.
ઉ૭૦
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તો પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
૬૭૨ મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસિ ડારે, ઈન્દ્રિહ કતલ કરિ કિયો રજપૂતો છે; માર્યો મહા મત્ત મન, મારે અહંકાર મીર, મારે મદ મછર હું, ઐસો રન રૂતો છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org