________________
શ્રી વચનામૃતજી
૧ ૩૩ કહી છે, કેમ કે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તો પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જો કે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
ઉપ૧ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવે છેવસ્તુતાએ બંને એક જ છે.
જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા તેનો અર્થ છે.
ઉપપ નિશદિન રૈનમેં નીંદ ન આવે, નર તબદિ નારાયન પાવે -
(શ્રી સુંદરદાસજી) રાત્રી-દિવસ એવી ઝુરણા થાય કે નિદ્રા પણ હરામ થઈ જાય. આટલી તાલાવેલી જાગે ત્યારે ભગવાનને મેળવે. પરમાત્માને પામી શકે.
૬૫૮
બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : “લૌકિક” અને “શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.
અભિનિવેશ એટલે આગ્રહ જ્યાં સુધી તે આગ્રહ છૂટતો નથી ત્યાં સુધી મિથ્યાત્વ જતું નથી. માટે અભિનિવેશ છોડવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org