________________
૧૩૮
શિક્ષામૃત
જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમ કે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેમની મુખવાણી રહી હોય તો પણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે છે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાનીજ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાની પુરુષ' ને સ્વાભાવિક દૃષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે વર્તમાન જ્ઞાની” શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
ઉપયોગનું એક સમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે, માટે એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે.
જ્ઞાની અને અજ્ઞાનીની તુલના કરી જ્ઞાનીને કેમ ઓળખી શકાય તે કૃપાળુદેવે બતાવેલું છે.
૬૮૦
જેની મોક્ષ સિવાય કોઈપણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો ?
કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમ આનંદ છે.
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિકલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.
કૃપાળુદેવ મુંબઈમાં પોતાની પેઢીમાં બેઠા હતા. મહાવીર જયંતિના ચૈત્રસુદ ૧૩નો દિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org