________________
૧ ૩૬
શિક્ષામૃત મારી આશા તૃષ્ણા પુનિ, પાપિની સાપિની દોલ, સબકો સંહાર કરિ, નિજ પદ પહૂતો છે; સુંદર કહત એસો, સાધુ કોઉ શૂરવીર, વેરિ સબ મારિકે, નિશ્ચિત હોઈ સૂતો છે.
(સુંદરવિલાસ શ્રી સુંદરદાસ શૂરાતન અંગ ૨૧-૧૧) ધ્યાન દ્વારા જેણે કામ, ક્રોધ, લોભ અને મોહનો ક્ષય કરી નાખ્યો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયોના વિષયોનો નાશ કરનાર કોઈક રાજપૂત-શૂરવીર હોય છે, તે કરી શકે છે. જેણે મહામત્ત મસ્ત થયેલા મનને મારી નાખ્યું છે, જેણે અહંકારરૂપી મીરનો નાશ કર્યો છે. જેણે મદ-અભિમાન અને મત્સરભાવ-ઈર્ષાભાવનો નાશ કર્યો છે. આવો શૂરવીર કોઈ રણમાં જઈને પોતાના આંતરશત્રુઓ સાથે યુદ્ધ કરી તેને હટાવી દે છે
આશા તૃષ્ણાનો નાશ કર્યો છે, પુણ્ય ને પાપરૂપ બે સાપિનીનો નાશ કર્યો છે એમ કરીને એ પોતાના લક્ષ્ય પહોંચી ગયો છે. શ્રી સુંદરદાસ કહે છે કે આવો કોઈક શૂરવીર સાધુ હોય તે પોતાના બધા જ આંતર શત્રુઓનો નાશ કરીને નિશ્ચિત થઈને સૂતો છે. એટલે કે તે પોતાના આત્મામાં જાગૃત થઈ ગયો છે અને સંસારભાવમાં સૂઈ ગયો છે.
૧૭૪ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે, એવા મહાપુરુષોને ત્રિકાળ નમસ્કાર.
અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતદષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે.
જે દેહધારી સર્વે અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો ! નમસ્કાર હો !”
ઉ૭૭ આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે, તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે : (૧) તે ઉપદેશ જિજ્ઞાસુ જીવન વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org