________________
શ્રી વચનામૃતજી
૧ ૩૯
હતો તે વખતે મહાવીર ભગવાનનો વરઘોડો નીકળ્યો કૃપાળુદેવે એ જોયો. બેન્ડવાજાં વાગતાં હતાં અને બધા નાચતા હતા. તેમણે તે જોયું એ વખતે પોતાની રોજનીશીમાં આ પ્રમાણે લખ્યું હતું.
વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વિરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય?
ઓ દુષમકાળના દુર્ભાગી જીવો ! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરના શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતરઅનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મ બંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી, તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
- ૐ શ્રી મહાવીર (અંગત)
૬૮૪
અન્ય પુરુષકી દૃષ્ટિ મેં, જગ વ્યવહાર લખાય; વૃન્દાવન, જબ જગ નહીં, કૌન વ્યવહાર, બતાય.
(શ્રી વિહાર વૃન્દાવન) મીરાંબાઈ વૃન્દાવનમાં જઈને ગોસાંઈજીને મળવાની ઇચ્છા કરે છે અને સંદેશો મોકલાવે છે ત્યારે ગોસાઈજી કહે છે કે હું કોઈ સ્ત્રીનું મુખ જોતો નથી. ત્યારે મીરાંબાઈ આ શબ્દો બોલે છે કે બીજા બધા લોકોની દૃષ્ટિમાં જગતનો વ્યવહાર દેખાય છે પણ જ્યાં વૃન્દાવન એ જગત નથી તો તેનો શું વ્યવહાર હોઈ શકે ? જે આત્મારામી સંત છે તેને કયો વ્યવહાર રહે ? કોઈ વ્યવહાર રહેતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org