________________
શ્રી વચનામૃતજી
૧ ૨૯
૬૧૦ સત્યનું જ્ઞાન થયા પછી મિથ્થાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં, કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વ પ્રારબ્ધથી બાહ્ય પ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથાપ્રવૃત્તિમાં તાદાત્મ થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્થાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં.
મિથ્યા પ્રવૃત્તિમાં તાદાભ્ય થાય નહીં એટલે એનો આત્મા એમાં ભળે નહીં.
૬૧૭ સર્વ પ્રકારનાં સર્વાગ સમાધાન વિના સર્વ કર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે અનંતકાળ પુરુષાર્થ કરવો પડતો હોય તો ઘણું કરી કોઈ જીવ મુક્ત થઈ શકે નહીં; તેથી એમ જણાય છે કે અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી.
૬૧૮
જે વિચારવાન પુરુષની દૃષ્ટિમાં સંસારનું સ્વરૂપ નિત્ય પ્રત્યે ક્લેશસ્વરૂ૫ ભાસ્યમાન થતું હોય, સાંસારિક ભોગોપભોગ વિશે વિરસપણા જેવું જેને વર્તતું હોય તેવા વિચારવાનને બીજી તરફ લોકવ્યવહારાદિ, વ્યાપારાદિ ઉદય વર્તતો હોય, તો તે ઉદય પ્રતિબંધ ઇન્દ્રિયના સુખને અર્થે નહીં પણ આત્મહિતાર્થે ટાળવો હોય તો ટાળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ! તે સંબંધી કંઈ જણાવવાનું થાય તો કરશો. એજ વિનંતિ. - સોભાગભાઈને લખેલા આ પત્રમાં કૃપાળુદેવ પોતાની દશા વર્ણવે છે અને ઉદય પ્રતિબંધ ટાળવાના ઉપાય જણાવવા કહે છે.
૬૩૧ હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્તિ અને એક નિજસ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org