________________
શ્રી વચનામૃતજી
૧૦૧ સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
એનાં સર્વ કર્મ બળી જાય છે અને એ મોક્ષનો અધિકારી થાય છે.
૪૯૩
છ પદનો પત્ર આ છ પદનો પત્ર આપણે રોજ બોલીએ છીએ. સારું લાગે છે. પણ આ શું કહેવા માગે છે ? રોજ આપણે માળાની જેમ બોલીએ, પરંતુ ન સમજીએ તો ? કૃપાળુદેવ પોતે કહે છે કે જો આ પત્ર યથાર્થ સમજો તો તમને આત્મા પ્રગટ થાય.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
પહેલાં તો કૃપાળુદેવ એમ કહે છે કે, “અનન્ય શરણના આપનાર એવા સદ્ગુરુને ભક્તિ ભાવથી નમસ્કાર કરું છું.” આટલા ભવમાં આવું શરણ કોઈ દિવસ આપણને મળ્યું નથી. જો એ શરણ મળ્યું હોત તો આપણે અત્યાર સુધી જન્મ મરણના ફેરામાં હોત નહીં. આવા શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, માત્ર ભક્તિથી નહીં પણ અત્યંત ભક્તિથી નમસ્કાર' એમ લખી પત્ર શરૂ કર્યો છે.
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
જે જ્ઞાની પુરુષો થઈ ગયા, જેણે પોતાનો ભગવાન આત્મા પ્રગટ કર્યો છે, જેમને આત્માનો સાક્ષાત્કાર થયો છે. એવા જ્ઞાની પુરુષોએ આપણા માટે સમ્યગ્દર્શન થવામાં સર્વોત્કૃષ્ટ એવાં છે પદ અથવા છ સ્થાનક કહ્યાં છે. આપણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.ની સમક્તિના ૬૭ બોલની સઝાય બોલીએ છીએ એમાં છેલ્લી બારમી ઢાળમાં આ છ પદ છે. સમ્યગ્ગદર્શન માટે ઘણું કહેવાયું છે. જેમકે તેનાં લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા એ બધા ઊંચામાં ઊંચા ગુણ છે. એ બધા આપણામાં આવવા જોઈએ. અને એવાં સર્વોત્કૃષ્ટ આ પદ છે, તેની શ્રદ્ધા પણ આવવી જોઈએ.
પ્રથમ પદ - “આત્મા છે.' જેમ ઘટપટાદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org