________________
શ્રી વચનામૃતજી
આમાંથી ક્યારે છૂટું, ક્યારે છૂટું ? એમ થાય. એનું નામ વૈરાગ્ય. રાગદ્વેષ, કષાય, નોકષાય મંદ પડે એનું નામ ઉપશમ. વૈરાગ્ય અને ઉપશમ પહેલાં જોઈએ. આપણી વિપર્યાસ બુદ્ધિ મટે, ઊંધી સમજણ મટે, તો પદાર્થને બરાબર ઓળખીએ, અને તો આપણું ધ્યાન વગેરેનું કામ સફળ થાય.
અને એવાં જે જે સાધનો જીવને સંસારભય દઢ કરાવે છે તે તે સાધનો સંબંધી જે ઉપદેશ કહ્યો છે તે ‘ઉપદેશ બોધ’ છે.
આ ઠેકાણે એવો ભેદ ઉત્પન્ન થાય કે ‘ઉપદેશબોધ’ કરતાં ‘સિદ્ધાંતબોધ’નું મુખ્યપણું જણાય છે, કેમ કે ઉપદેશબોધ પણ તેને જ અર્થે છે, તો પછી સિદ્ધાંતબોધનું જ પ્રથમથી અવગાહન કર્યું હોય તો જીવને પ્રથમથી જ ઉન્નતિનો હેતુ છે. આ પ્રકારે જો વિચાર ઉદ્ભવે તો તે વિપરીત છે, કેમ કે સિદ્ધાંતબોધનો જન્મ ઉપદેશબોધથી થાય છે. જેને વૈરાગ્ય- ઉપશમ સંબંધી ઉપદેશબોધ થયો નથી, તેને બુદ્ધિનું વિપર્યાસપણું વર્ત્યા કરે છે, અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંતનું વિચારવું પણ વિપર્યાસપણે થવું જ સંભવે છે. કેમ કે ચક્ષુને વિશે જેટલી ઝાંખપ છે તેટલો ઝાંખો પદાર્થ તે દેખે છે. અને જો અત્યંત બળવાન પડળ હોય તો તેને સમૂળગો પદાર્થ દેખાતો નથી, તેમ જેને ચક્ષુનું યથાવત્ સંપૂર્ણ તેજ છે તે, પદાર્થને પણ યથાયોગ્ય દેખે છે. તેમ જે જીવને વિશે ગાઢ વિપર્યાસબુદ્ધિ છે તેને તો કોઈ રીતે સિદ્ધાંતબોધ વિચારમાં આવી શકે નહીં. જેની વિપર્યાસબુદ્ધિ મંદ થઈ છે તેને તે પ્રમાણમાં સિદ્ધાંતનું અવગાહન થાય; અને જેણે તે વિપર્યાસબુદ્ધિ વિશેષપણે ક્ષીણ કરી છે એવા જીવને વિશેષપણે સિદ્ધાંતનું અવગાહન થાય.
૧૧૩
ગૃહકુટુંબ, પરિગ્રહાદિભાવને વિશે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ ‘વિપર્યાસબુદ્ધિ’ છે,
?
અહીં વિપર્યાસ બુદ્ધિની વ્યાખ્યા કરી છે. શું ? ગૃહકુટુંબ પરિગ્રહને વિશે આપણને અહંતા મમતા છે ? આ સંપત્તિ મારી છે એમ લાગે છે ? આ શરીર મારું છે એમ લાગે છે ? આ પુત્ર મારો. પતિ, પિતા વગેરે મારા એમ લાગે છે ? આ અહંતા મમતા છે. જેમાં મારાપણું છે એ પ્રાપ્ત થાય તો આનંદ થાય, ચાલ્યું જાય તો દુ:ખ થાય. વેપારીને એક સોદામાં લાખ રૂપિયા ચાલ્યા ગયા તો ચિંતા થાય. ફિકર થાય. દ્વેષ થાય. આ વિપર્યાસ બુદ્ધિ છે.
અને અહંતા, મમતા તથા કષાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિશે અનાસક્તબુદ્ધિ થવી તે “વૈરાગ્ય’’ છે, અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ક્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ” છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ગુદ્ધિ કરે છે; અને તે સબુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમ કે ચક્ષુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org