________________
૧ ૨ ૨
શિક્ષામૃત
કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવા રૂ૫ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી. સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
જ્ઞાનીપુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.
આશ્રય ભક્તિ માર્ગની અગત્ય આ પત્રમાં જણાવી છે.
પ૭પ
જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે.
પ૮૩ એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે; અને તેવું અવ્યવસ્થિતપણું લોકવ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોકવ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી; એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે.
૫૮૪-૫૮૫ જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે.
(૧૧ રહસ્ય શ્રી યશોવિજયજી - સીમંધર જિન સ્તવન) રહ૮ રત છે, એમાં જરા પણ ડાઘ ન હોય. એની આરપાર દેખી શકાય એટલા શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org