________________
૧ ૨૬
શિક્ષામૃત
મારા પર સકલ જગતના પ્રભુ એવા શ્રી જિનેશ્વર દેવ ખચિતપણે ચોક્કસપણે તુષ્ટમાન થયા છે, કારણ કે આ શ્રીપાળ રાજાનો રાસ રચતાં જ્ઞાનરૂપી અમૃત મારામાં ઉમટ્યો છે. આત્માના આસ્વાદરૂપ અનુભવરૂપી અમૃત રસની મને પ્રાપ્તિ થઈ છે. તેથી જ આ રાસ પૂર્ણ થઈ શક્યો છે એમ યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે.
ઉ૦૭
જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપે રહે પણ શરીરનો નહીં સંગ જો; એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો,
ઓધવજી અબળા તે સાધન શું કરે ? ' '
(ઓધવજીનો સંદેશો ગરબી ૩-૩ રઘુનાથદાસ) હાલતાં-ચાલતાં પદાર્થની જુક્તિ યુક્તિ જાણવી જોઈએ. તેઓ શરીરના સંગમાં હોય છતાં તેના સંગમાં ન વર્તતા હોય, તેનાથી પર તેની સ્થિતિ હોય. આવી સ્થિતિ મેળવવા એકાંતમાં જઈને પદ્માસનમાં બેસીને સાધના કરવી જોઈએ. એમાં ભૂલ પડે તો ભજનમાં-ભક્તિમાં ભૂલ પડે. ઓધવજી કહે છે કે અબળા તે શું કરી શકે ? તે કહો.
૬૦૮ રાંડી રુએ, માંડી રુએ, પણ સાત ભરતારવાળી તો મોટું જ ન ઉઘાડે.
(લોકોકિત) રાંડી એટલે ગૃહસ્થ, માંડી એટલે સાધુ, સાત ભરતારવાળી એટલે અપ્રમત્ત ગુણસ્થાને વર્તતા સાધુ. ગૃહસ્થ પોતાની સ્થિતિથી રુએ છે, સાધુ પોતાની સ્થિતિથી નાખુશ છે ત્યારે સાતમા અપ્રમત્ત ગુણસ્થાનવાળો મુનિ કોની પાસે મોટું ઉઘાડીને પોતાની વાત રજૂ કરે ? ન જ કરી શકે.
GOE
(૧) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષકહે છે.
અહી મોક્ષની વ્યાખ્યા આપી છે. આત્માની સહજપણે સ્થિતિ થવી, સ્વભાવ પ્રગટ થવા એને મોક્ષ કહે છે. પત્રાંક ૨૦૦ની જેવી નિયમાવલી છે, એવી આ છે. આમાં પણ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org