________________
૧ ૨૪
શિક્ષામૃત
યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે ન છૂટી શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે.
પૂર્વપશ્ચાત્ત એટલે આગળ અને પાછળ
પ૯૨
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે; તે પુરુષો ધન્ય છે.
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.
વિરલા જીવો સમ્યફદષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે; જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.
પ૯૩
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજો કહ્યો છે.
... યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતીવાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે, ત્યારે ક્ષોભ પામી, પાછો સંસાર પરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. વીર્યગતિ જોઈએ એટલે આત્માનું બળ જોઈએ.
પ૯૮ અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે?
એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમ કે આજુબાજુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org