________________
૧૦૬
શિક્ષામૃત
જણાવ્યાં છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે.
જેને થોડાક જ ભવ બાકી છે એવા જીવને આ વાત તરત જ મનમાં બેસી જાય, પરંતુ આપણે તો વિચારને તાળું મારી દીધું છે, આપણે વિચારતા નથી કે આ શું લખ્યું છે ? સાચો વિચાર હોય તો તમને એ “સપ્રમાણ થવા યોગ્ય છે. તમને ‘પ્રમાણ’ લાગે એવું કહ્યું– એટલું જ નહીં પણ “પરમ નિશ્ચયરૂપ' જણાવા યોગ્ય છે, કૃપાળુદેવે નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે.” એમ ન લખતાં “પરમ નિશ્ચય રૂ૫ લખ્યું છે. આ છ પદને યથાર્થ વિચારીએ તો આપણા આત્મામાં વિવેક થાય કે આ જ પ્રમાણે છે.
આ છ પદ અત્યંત સંદેહ રહિત છે, એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.
સંદેહ રહિત એકલું લખ્યું હોત તો ન ચાલત ? પણ અત્યંત સંદેહ રહિત’ લખ્યું છે. કૃપાળુદેવ “અત્યંત' કહે છે એટલે આમાં જરાય શંકા રાખવા જેવું નથી એમ વાંચજો પણ આપણને તો ક્યાં ફુરસદ છે ? કૃપાળુદેવ કહે છે કે “આ હું કહું છું એમ નહીં પણ આગળ થઈ ગયેલા પરમ પુરુષોએ નિરૂપણ કર્યું છે, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સડસઠ બોલની સઝાયમાં બારમી ઢાળમાં આ જ પ્રમાણે કહ્યું છે.
ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા જીવને ગુણે, લક્ષણે અને વેદનપણે જાણવો જોઈએ. ગુણ શું? એનાં લક્ષણ શું? એનું વેદન કેવું હોય એ પહેલાં ગુરુ પાસેથી જાણવું જોઈએ. આપણે જાણ્યા વિના ‘યથાર્થ બોધ', “યથાર્થ બોધ' એમ માથાં કૂટીએ છીએ. બે વખત વાંચો. બે શું ત્રણ ફેરા વાંચો, આ બધા આગળના જ્ઞાનીઓ કહી ગયા છે એ વાંચો. પણ તમારામાં યથાર્થ બોધ હશે, તો ક્યું નિશાન પાડવું છે ? એ નિશાન કેમ પડે ? એનો તમને ખ્યાલ આવશે પણ એ તો આપણે જાણવું નથી. વંચાવો તો, તરત જ, બે ફેરે વાંચી લીધું, આ ફલાણું થઈ ગયું, હવે અમને જ્ઞાન આપો. પરંતુ અમે કોઈ દિવસ અમારા ગુરુ પાસે માંગણી કરી નથી કે અમને જ્ઞાન આપો, કારણ કે ગુરુ તો જોઈ રહ્યા હોય છે કે દરેક સાધક ક્યાં છે ? એને ખબર જ છે કે દરેકની સ્થિતિ શું છે ? એની ભૂમિકા શું છે ?
અનાદિ સ્વપ્રદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.
આ ખાસ ભાર દઈને સમજવા જેવું છે. આપણે ઊંઘીએ છીએ. સ્વપ્નમાં દેખાય છે કે હું ગાદીએ બેઠો છું, મને રાજ મળ્યું છે, એવો પેલા ભિખારીનો ખેદ વાંચ્યો છે ને ? એમ મારે ફ્લેટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org