________________
શ્રી વચનામૃતજી
૯૫ જેની પાસેથી ધર્મ માંગવો એનામાં ધર્મ પ્રગટ થયો છે કે કેમ ? એની પૂર્ણ ચોક્સી કરવી. જેમ તેમ નહીં, ચાલતા પગલે નહીં, સ્થિર ચિત્તે આ વાક્ય વિચારવું.
૨. જેની પાસેથી ધર્મ માગવો તેવા પૂર્ણજ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તે સત્સંગમાં તેવા પરમજ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો એટલે જેથી કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસત્ વચન એ આદિનો તિરસ્કાર થાય; અર્થાત્ તેને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો. આત્માનો ધર્મ આત્મામાં છે. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.
૩. આટલું થતાં છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ, મતમતાંતરાદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની આશા કરવી નહીં. - પ. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.
એક તો પ્રત્યક્ષ' લખ્યું અને પાછું ‘બિરાજમાન' લખ્યું તે જ દોષને જણાવી શકે. આખો ક્ષીર સમુદ્ર ભર્યો છે પણ તે છેટો છે, એથી અહીં રહ્યું તરસ છીપે ? ન છીએ. ‘પણ એક મીઠા પાણીનો કળશ્યો અત્રે હોય તો તેથી તૃષા છીએ.”
૬. જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
પરમ સત્સંગ કોને કહેવાય ? જ્ઞાનીના સમીપમાં રહેવું. આશ્રમમાં રહેવું.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે, કે સત્સંગ થયો હોય તો, સત્સંગમાં સાંભળેલ શિક્ષાબોધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તો છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બોલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં.
ઘણા સત્સંગ કરવા જતા હોય અને બે ચાર વરસ થયાં અને સ્વભાવમાં ફેર ન પડે તો ? તો સત્સંગનો અવર્ણવાદ બોલાય કે ભાઈ પાંચ વરસ થયા જાય છે પણ કાંઈ ફેર પડ્યો નહીં એટલે ત્યાં શું હશે ? કાંઈ નહીં હોય એમ માની લે.
૭. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું પણ જીવે કરવું બાકી રાખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org