________________
શિક્ષામૃત
જીવને પકડવો છે. એ મુખ્ય કામ છે. આમાં પૂરી સમજણ આપી છે. છ પદનો પત્ર અને આ લક્ષણોને ધ્યાનમાં લેતાં તેના ઉપર ચિંતન, મનન, રટણ કરીએ તો આત્મા પકડાશે. એ પકડાય તો જન્મ કૃતકૃત્ય થયો ગણાય. એમાંના કોઈક લક્ષણને કે ગુણને ધ્યાનમાં રહીને સિદ્ધ કરવા પ્રયત્ન કરી આત્માનો અનુભવ કરજો.
૪૪૨
ધાર તરવારની સોહલી દોહલી ચોદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.
(શ્રી આનંદઘન - અનંત જિનસ્તવન) તરવારની ધાર પર નાચવું એ સહેલું છે, પણ ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામીની સેવા કરવી બહુ દુષ્કર છે, કઠિન છે. નટ કે બાજીગર તરવારની ધાર પર નાચતાં જોવામાં આવે છે. પણ પ્રભુની સેવાની ધાર પર ચાલવું તે તો તેનાથી વધારે મુશ્કેલ છે. કઠિન છે. શ્રી આનંદઘનજીએ સ્તવનમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ આપી દીધો છે. નવ તત્ત્વની પૂરી સમજણ આપી છે. ચિત્તની ચૈતન્યમય દશા કરવી છે અને બાહ્યમાં પૂર્વ ઉદયથી તીવ્ર ઉપાધિ યોગ છે. એક તરફ આત્મામાં લીન થવું અને બીજી તરફ ગૃહસ્થાશ્રમનો વહેવાર કરવો તે તરવારની ધાર ઉપર ચાલવા કરતાં પણ દુષ્કર છે. એમ કરીશું તો આગળ વધીશું. આ સમજાવવા નટનો દાખલો આપેલો છે.
૪૫૦ જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે? ચિત્ત તું શીદ શોચના ધરે? કૃષ્ણને કરવું હોય તે કરે.
(કવિ દયારામ) | હે જીવ ! તું શા માટે વિચાર કરે છે ? ખોટી ખતવણી કર્યા કરે છે. પોતાના દોષને કારણે જ દુઃખ આવે છે, તેનો વિચાર ન કર. ઉદયમાં જે હશે તે થયા કરશે. હે મન ! તું શું શોચે છે ? પ્રારબ્ધ પ્રમાણે થયા કરશે. ભગવાનને જે કરવું હોય તે ભલે કર્યા કરે તું શા માટે વિચાર કરે છે ?
૪૬૬
૧. જેની પાસે ધર્મ માંગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાચને સ્થિર ચિત્તથી વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org