________________
૮ ૮
શિક્ષામૃત
ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિમાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત કરુણા પ્રાપ્ત થઈ છે, જેને એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું છે જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે, અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈપણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ રૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.
આપ્તપુરુષ એટલે જેને ભગવાન મળ્યા છે. જેને આત્મસાક્ષાત્કાર થયો છે. જેઓ મોક્ષમાર્ગને માટે, સાધના કરવાને માટે માર્ગદર્શક થશે એવો આપણને વિશ્વાસ છે, એવો પુરુષ તે ઓપ્તપુરુષ.
૩૯૮ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણો તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને તે વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે.
ઈશ્વરેચ્છાથી જે કોઈપણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થ પ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ.
આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે, પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિ જોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી, અને પરમાર્થ સંબંધી કંઈ તમલિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેનો હાલ ઉદય નથી.
અને અમારું જીવવું ઉદય પ્રમાણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org