________________
શિક્ષામૃત
આગેક ધુકત ધાઈ પીછે બછરા ચવાઈ, જેસેં નેન હીન નર જેવરી વટતુ હે; તેસં મૂઢ ચેતન સુકૃત કરતૂતિ કરે, રોવત હસત ફલ ખોવત ખટતુ છે. ૨
(બંધદ્વાર સમયસાર નાટક) દરરોજ સવારે સૂર્યનો ઉદય થાય છે અને સાંજે અસ્ત થતો જણાય છે. આમ દિવસો પસાર થઈ રહ્યા છે; હાથની અંજલીમાં રહેલું પાણી જેમ ટીપે ટીપે ઘટતું જાય છે તેમ જ આયુષ્ય પણ ઘટતું જાય છે. કાળ વડે ઘેરાયેલ શરીર ઘસાતું જાય છે, કરવત ચાલવાથી જેમ લાકડું કપાતું જાય છે, તેમ દિવસે દિવસે શરીર ઘસાતું જાય છે; છતાં મૂર્ખ માણસ ! પરમાર્થને શોધતો નથી. અને સાંસારિક સ્વાર્થની પ્રાપ્તિ કરવાની ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં અહીં તહીં ભટક્યા કરે છે. એ માટે લોકો સાથે ફરીને તેની સાથે જોડાયેલો રહે છે. મન, વચન, કાયાના જોશમાં જ રચ્યો પચ્યો રહે છે અને પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભોગવટો કરવામાં જ લાગ્યો રહે છે. ત્યાંથી જરા પણ પાછો હટતો નથી. ૧
જેમ હરણ સૂર્યની ગરમીથી તરસ્યુ થયું છે, તેથી તે મૃગજળ જોઈને તેને પીવા માટે દોડે છે. પણ જેમ જેમ દોડતું જાય છે તેમ તેમ પાણી દૂર ને દૂર દેખાય છે, કારણ કે તે સાચું જળ નથી. તેવી જ રીતે જીવ પણ આવી મૃગજળ સમાન વિષયો પાછળ દોડ્યા કરે છે. એટલે કે ભવાભિનંદી, માયામાં મશગુલ થઈને આ જ મારે માટે હિતનું કારણ છે, તેમ માની ઠેક ઠેકાણે તેને મેળવવા માટે દોડાદોડ કરે છે, પુરુષાર્થ કરે છે.
જેમ જેમ આંધળો માણસ મુંઝની દોરી વણતો જાય અને પાછળની તરફ ધકેલતો જાય, તેમ તેમ પાછળ ઊભેલો વાછડો તેને ઘાસ સમજી ચાવી જાય છે. તેવી જ રીતે મૂઢ (મૂર્ખ) ચેતન જે કાંઈ સુકૃત કરે છે, પુણ્ય ભેગું કરે છે તેને જીવ હસવાના અને રોવાના ફળરૂપે ખોઈ નાખે છે. મિથ્યાત્વરૂપી વાછડો બધું જ ખાઈ જાય છે.
૪૨૦
किं बहुणा ईह जह जह, रागदोषा लहु विलिजजंति, तह तह पंयट्ठिअव्वं, एसा आणा जिणि दाणम्.
(ઉપદેશ-રહસ્ય-ઉપા. યશોવિજયજી) કેટલું કહીએ ? જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય છે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org