________________
શ્રી વચનામૃતજી
૮૯
જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને ગોસલિયા સિવાય આ પત્રની વિગત જાણવા જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે.
કૃપાળુદેવે સોભાગભાઈને આ અંગત પત્ર લખ્યો હતો અને ગોસલિયા સિવાય બીજા કોઈને આ પત્ર ન વંચાવવા લખ્યું હતું.
૩૯૯
મુમુક્ષજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પ કાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષ પરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.
અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તે તમને કેમ અભજ્ય હોય? તે જાણીએ છીએ; પણ હાલ તો પૂર્વકર્મને ભજીએ છીએ એટલે તમને બીજો માર્ગ કેમ બતાવીએ? તે તમે વિચારો.
સાધકને વિચારણા માટે બહુ જ જરૂરી એવાં વાક્યો અત્રે આ પત્રમાં છે. તે પ્રમાણેનું પ્રવર્તન માર્ગ સહેલો બનાવી દે.
૪૧૮ રવિકે ઉદીત અસ્ત હોત દિન દિન પ્રતિ, અંજુલાકે જલ જ્ય, જીવન ઘટતુ છે; કાલકે ગ્રસત છિન છિન, હોત છીન તન, આરેકે ચલત માનો કાઠસો કટતુ હે; એતે પરિ મૂરખ ન ખોર્જ પરમારથ કૉં, સ્વારથકે હેતુ ભ્રમ ભારત ઠટતુ હે; લગી ફિરે લોગનિસીં, પચ્યોં પરે જોગનિસોં, વિષરસ ભોગનિસોં, નેકુ ન હટતુ છે. ૧ જેર્સે મૃગ મત્ત વૃષાદિત્યની તપતિ માંહી, તૃષાવંત મૃષાજલ કારણ અટતુ છે; તેમેં ભવવાસી માયાહસોં હિત માનિ માનિ, હાનિઠાનિ ભ્રમ શ્રમ નાટક નટતુ છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org