________________
શિક્ષામૃત આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે; અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે.
અહીંયાં મોક્ષ માર્ગની દુર્લભતા નથી બતાવી પણ મોક્ષ માર્ગનું દાન કરનાર એવા જ્ઞાની મહાત્માઓની દુર્લભતા બતાવી છે. દાતા મળવા મુશ્કેલ છે. મોક્ષ દુર્લભ નથી.
૩૮૫ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુ મર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુ મર્યાદાને વિશે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે.
સૂર્ય ઊગે છે અને આથમે છે, એમ દેખાય છે. પણ એ આથમતોય નથી. અને ઊગતો પણ નથી. સૂર્ય તો હોય જ છે, પરંતુ આપણી દૃષ્ટિ મર્યાદિત છે એટલે તે અમુક સમયે દેખાતી નથી.
પણ સૂર્યને વિશે તો ઉદય-અસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિશે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિશે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિશે કહ્યું છે, અને એ કલ્પના જ્ઞાનનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે.
જો કે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિશે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવો રૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિશે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવે વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે-અત્યંત દુઃખે-થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફ પ્રકારે વેદે છે; અખંડ સમાધિપણે વેદે છે.
જ્ઞાનીનું પરમ આત્મપણું એટલે પરમાત્મપણું, પરિતોષ એટલે સંપૂર્ણ સંતોષ.
૩૯૧ સ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય-લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે “સનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org