________________
શ્રી વચનામૃતજી
૩૭૬
હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપા અર્થે હોય છે.
જ્ઞાનીને બે જ કામ હોય છે. પોતાનાં કર્મ જે ઉદયમાં આવે એ સમભાવે આનંદથી ભોગવવાં એટલે નિર્જરી જાય અને નવાં કર્મ બંધાય નહીં એ જોવું અને પરની અનુકંપા. જ્ઞાનીને ‘સ્વ’નું કાંઈ હોય જ નહીં, એટલે સ્વાર્થ ન હોય.
૮૫
જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્તમાગમના નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ.
હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારનાં પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાધ નથી પામતું માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિજોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે.
પરેચ્છા એટલે કર્મનો ઉદય, પ્રારબ્ધ.
૩૭૭
યોગ અસંખ જે જિન કહ્યા, ઘટમાંહી રિદ્ધિ દાખી રે; નવપદ તેમજ જાણજો, આતમરામ છે સાખી રે. (શ્રીપાળ રાસ)
આત્માને પ્રગટ કરવાના યોગના અસંખ્ય સ્થાનો જિનેશ્વરે કહ્યા છે. પણ આત્માની સિદ્ધિ તો પોતાની અંદર જ પડેલી છે. તે અંતઃવૃત્તિ કરવાથી પ્રાપ્ત થાય તેમ છે. સિદ્ધચક્રનાં નવપદ છે તે પણ રિદ્ધિ સિદ્ધિને પ્રાપ્ત કરાવે તેવાં છે. તે માટે મારો આત્મા સાક્ષી પૂરે છે. અનુભવ થવાથી પોતાનો આત્મા પણ સાક્ષી પૂરશે.
Jain Education International
\
મોક્ષ તો આ કાળને વિશે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન
૩૭૯
For Personal & Private Use Only
www.jainelibrary.org