________________
શિક્ષામૃત
ભયથી, શોકથી, જુગુપ્સાથી, કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.
૩૬૦
જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. પૂર્ણકામપણું કોને કહેવાય ? સંપૂર્ણ-જ્ઞાન-સંપૂર્ણ આનંદ અને સંપૂર્ણ પદાર્થનું પ્રગટપણું એ આત્માનું સંપૂર્ણ કામપણું કહેવાય. એ સત્ ચિત્ અને આનંદમય હોય. સત્ એટલે આત્મા, ચિ એટલે પૂર્ણજ્ઞાન, આનંદમય એટલે આનંદમાં બિરાજતા હોય એટલે પૂર્ણકામપણું હોય, એને ઇન્દ્રનું સુખ મળે તો પણ એનાથી દાઝે. એને ઇચ્છે નહીં. ચક્રવર્તી રાજાની કે મોટા શેઠની સંપત્તિથી તો દાઝે પણ દુન્યવી ઊંચામાં ઊંચું સ્થાન મળે તો પણ એનાથી દુગ્ધ થાય, એ અડે નહીં, કારણ કે પૂર્ણકામતા છે. પૂરેપૂરું સુખ મળ્યું પછી ઊણા સુખની શી જરૂર છે ?
જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશ વર્તે છે.
જેને બોધીબીજની ઉત્પત્તિ હોય તે પોતાના આત્મામાં જ લીન હોય એ પરિતૃપ્તપણું અનુભવે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં એની દશા અપ્રયત્ન વાળી હોય છે.
જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે.
આ મનુષ્યભવ આપણને જે મળ્યો છે, એ ક્ષણિક છે. પરંતુ કેટલી મોટી વાત છે કે ક્ષણભંગુર દેહનો સંયોગ મળ્યો હોવા છતાં એનો ઉપયોગ જ્ઞાનીઓએ એવો કર્યો કે નિત્યપણાને પ્રાપ્ત કરી લીધું. અમર થઈ ગયા. અહીં અમર કીર્તિની દૃષ્ટિએ નહીં, પણ જન્મ મરણના ફેરા ટાળી નાખ્યા અને સિદ્ધ ગતિમાં વાસ કર્યો. એ દૃષ્ટિએ અમર થઈ ગયા. ‘એ અચરજની વાત છે.” થાય છે આપણને આશ્ચર્ય ? જો આશ્ચર્ય થતું હોય તો આપણે પહેલામાં પહેલું કામ એ કરીએ. પણ જ્યાં સુધી એ કામ કરતા નથી ત્યાં સુધી આ આશ્ચર્ય જેવી વાત છે.
જો જીવને પરિતૃપ્તપણે વર્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.
અખંડ નિત્ય આત્મબોધમાં રહે. જરાય વચમાં ખંડ ન પડે. જો એને પૂર્ણકામતા ન હોય, પરિતૃપ્તપણું ન હોય તો એને એમાં અપૂર્ણતા છે, કચાશ છે એમ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org