________________
८०
૩૩૪
દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે, અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે.
ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.
અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે.
૩૩૯
કૃપાળુદેવ આ પત્રમાં સોભાગભાઈને પોતાની પારમાર્થિક મૂંઝવણ વ્યક્ત કરે છે.
કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે.
શિક્ષામૃત
જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં પ્રવેશ કરી શકતું નથી, અને તે વિશેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય તો પણ બોજારૂપ લાગે છે. થોડીપણ તેમાં રુચિ રહી નથી.
અમને તો માત્ર અપૂર્વ એવા સન્ના જ્ઞાન વિશે જ રુચિ રહે છે.
અમને તો માત્ર સત્ એટલે આત્માના જ્ઞાન વિશે જ રુચિ છે.
બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત્ પૂર્વ કર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ.
એ પોતાનો સ્વભાવ નથી, સ્વાર્થ નથી તેમ બીજાના મોહને ખાતર (અર્થે) કરીએ છીએ એમ નથી. પણ દેવું છે, એમના પિતાશ્રીનું, માત્ર આ ભવનું જ નહીં, આગલા ભવનું પણ એ પૂરું
ક૨વાને અર્થે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org