________________
૭૮
શિક્ષામૃત
વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વિતરાગપણાની ઇચ્છા છે.
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિશે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે,
પરંતુ કૃપાળુદેવે લખ્યું કે અત્યારે ઉદય પ્રમાણે ચાલવું એ સહજ દશા થઈ છે.
અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.
૩૨૫
“બહીયેં ચેતન વિભાવસો ઉલટિ આપુ,
સમે પાઈ અપનો સુભાવ ગહિ લીનો હે;-૧ જ્યારે ચેતન પોતાને વિભાવ પરિણતિમાંથી ઉલટાવી નાખે છે, ત્યારે પોતાની સ્વભાવ પરિણતિને ગ્રહણ કરી લે છે. આપણા બધામાં વિભાવ પરિણતિ છે. એ વિભાવ પરિણતિને ઉલટાવીને ‘સુભાવ ગહિ લીન હૈ” એટલે કે પોતાનો સ્વભાવ પ્રગટ કર્યો છે. આગળ કહે છે. ૧
તબહીતે જો જો લેનેજોગ સો સો સબ લીનો,
જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હે;-૨ સ્વભાવ પરિણતિ વખતે જે જે ગ્રહણ કરવા જોગ, આદરવા જોગ છે, તે તે બધું જ લઈ લે છે અને ત્યાગવા જોગ, છોડવા યોગ્ય હતું, તે ત્યાગી દીધું છે, છોડી દીધું છે. ૨
લેવેક ન રહી ઠોર, ત્યાગીવેક નાહીં ઓર,
બાકી કહા ઉબર્યો જુ, કારજ નવીનો હૈ;-૩ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણું પ્રાપ્ત થયું, એટલે હવે બીજુ કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં, અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો પછી બીજું કાંઈ રહ્યું નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બન્ને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય ? એટલે કે પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org