________________
શ્રી વચનામૃતજી
૭૭
૩૨૦/૩૨૨ જીવ નવિ પુષ્યલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી, પર તણો ઈશ નહીં અપર એશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પર સંગી
(શ્રી સુમતિનાથનું સ્તવન-શ્રી દેવચંદ્રજી) જીવ એ પુલી પદાર્થ નથી, પુલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી, તેના રંગવાળો નથી. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની એશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુત્વ ધર્મે જોતાં તે કોઈ કાળે પરસંગ પણ નથી.
દુઃખ સુખરૂ૫ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.
(શ્રી વાસુપૂજ્ય સ્તવન - શ્રી આનંદધનજી) દુ:ખ આવે કે સુખ આવે તેને કર્મનું ફળ સમજવું અને મારો સ્વભાવ તો આનંદસ્વરૂપ છે એમ નિશ્ચય કરીને આનંદમાં રહેવું. શ્રી જિનેશ્વર ભગવાન એમ કહે છે કે આત્મા જે ચેતન છે તે પોતાના પરિણામ ક્યારેય ચૂકતો નથી. સદાય ચેતન પરિણામે રહે છે.
૩૨૨
સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયપણે મુક્તપણું છે.
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.
મોક્ષ કોનાથી મળે ? જૈન દર્શનથી કે જેમાં યથાર્થ બધા પદાર્થોની વ્યવસ્થા કહી છે.
અને એ જે શ્રી તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દઢ કરીને ભાસે છે.
કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org