________________
७४
શિક્ષામૃત ગ્રહણ કરે છે. શુદ્ધ એવા જિનેશ્વર દેવને પ્રણામ કરો તે યોગનું પ્રથમ બીજ છે. ભાવ- આચાર્યની સેવના, ભક્તિ કરો કારણ કે જેથી ભવભ્રમણરૂપી ઉદ્વેગ મટી જાય અને મોક્ષમાર્ગમાં સ્થિર થાઓ. સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં સાચી ભાવના સાથે ભવ ઉગરૂપ વૈરાગ્યને ધારણ કરો.
શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે;
જ્ઞાન ક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. આત્મા કેવો છે? શુદ્ધ, નિરંજન, અલખ, અગોચર. આપણું લક્ષ પણ એ જ છે કે આત્માને પ્રાપ્ત કરવો. જ્ઞાન અને ક્રિયાનું અવલંબન લઈને જો અનુભવ કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત થાય.
રાય સિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે;
અજ અજરામર સહજાનંદી, ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. સિદ્ધાર્થ રાજાના વંશની શોભા વધારનાર અને ત્રિશલા રાણીને કુક્ષીએ ઉત્પન્ન થયેલા છે તેઓ અજ, અજરામર સહજાનંદી છે. એની મારા ધ્યાન ભુવનમાં આરાધના કરી એનું ધ્યાન કર્યું.
નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નરનારી રે.
(ભવિકા) ગરીબ માણસને જેમ ધનાઢય લોકોનું સુખ કેવું હોય એની શી ખબર પડે ? ન પડે. એવી રીત કુંવારી કન્યાને પ્રિયતમના સુખની પણ શી ખબર પડે. તેમ જેને અનુભવ પ્રગટયો નથી એને ધ્યાનનું સુખ કેવું છે એની ક્યાંથી ખબર પડે ? ન જ પડે.
૩૧૪/૩૮૭ જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે, મૂંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે.
(નેમિનાથ સ્તવન, શ્રી આનંદધનજી) જિન થઈ એટલે સાંસારિક ભાવને વિશેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વિતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કેવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દષ્ટાંત આપ્યું છે. જેમ ઈયળને ભમરી ચટકો ભરીને દરમાં મૂકી દર પૂરી દે છે. તેથી ઈયળને ભમરીનું જ ધ્યાન થઈ જાય છે અને તે ઈયળ ભમરીરૂપે બહાર આવે છે. તેમ જે જિનવરને આરાધે છે તે જિનવર જેવો થઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org