________________
૭૦
શિક્ષામૃત નથી. બીજે ક્યાંય જ્ઞાન નથી. ભાષા બોલતાં આવડે એ જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાનીમાં છે. પણ તેને તમે શોધી કાઢો. ઓળખી કાઢો. કળો એટલે જાણીને ખાતરી કરો. ૨
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કિધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ આ દેહ અને આ આત્મા એનો જો ભેદ આ મનુષ્યજીવનમાં ભાસ્યો નહીં, તો ત્યાં સુધી જે પચ્ચખાણ કર્યા, વ્રતો લીધાં એ બધાં મોક્ષને માટે નથી. ગતિ સારી મળે. એ કાંઈ નકામાં નથી, પણ મોક્ષાર્થે થતાં નથી, કૃપાળુદેવ કહે છે કે ભગવતીસૂત્ર (પાંચમું અંગોમાં આમ કહ્યું છે એ તમે જોઈ લ્યો. કૃપાળુદેવ અહીં આગમોનો આધાર આપીને કહે છે. ૩
કેવળ નહીં બ્રહ્મચર્યથી (કે ઇન્દ્રિય પ્રત્યક્ષથી). કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ માત્ર વ્રત, તપ હોય અને સમ્યગ્ગદર્શને આવ્યું ન હોય, મિથ્યાત્વ ગયું ન હોય, દર્શન મોહ ગયો ન હોય, ગ્રંથિભેદ થયો ન હોય, તો ત્યાં જ્ઞાન નથી. ‘જ્ઞાન કેવળથી કળો’ કવળી ભગવાન પાસે જ્ઞાન છે એની તમે ખાતરી કરો. અને તેને જ પ્રભુએ જ્ઞાન કહ્યું છે. ૪
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ શાસ્ત્રો વિસ્તાર સહિત જાણીને, પોતાના સ્વરૂપને જાણનારા પુરૂષ હોય એનો આશ્રય સાચા મનથી, ભાવથી કર્યો તો એનું નામ જ્ઞાન છે. “સમ્મતિ તર્ક આદિ શાસ્ત્રમાં આમ કહેવામાં આવ્યું છે.
આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (આઠ પ્રવચન માતા) એ પરંપરાથી ચાલે એમ નહીં પણ જ્ઞાની એનો પરમાર્થ સમજાવે અને એ જ રીતે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ સમજીએ – જાણીએ તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org