________________
૬૮
શિક્ષામૃત
છતાં ચેતન સ્વભાવનો ત્યાગ થતો નથી. ભલે અજ્ઞાન છે. અસમ્યક્ જ્ઞાન છે; પણ એ જ્ઞાન છે. એ જ્ઞાન આત્માનો સ્વભાવ છે. આમ જિન ભગવાને કહ્યું છે. ૪
વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન;
પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫
એમ પ્રસંગમાં બંધ પડે છે. ક્યારે ? હું કોણ છું એની ખબર નથી ત્યારે, આત્માની ઓળખાણ નથી. આત્મા વિશે અભાન છે, પોતાના પદનું અજ્ઞાન છે, એથી કર્મ બંધાય છે. પણ એથી કાંઈ આત્મા જડ થઈ જતો નથી. આ સિદ્ધાંત છે એમ સમજો. ૫
ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત;
જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. હુ
અરૂપી ચેતન રૂપી એવા કર્મ પુદ્ગલને ગ્રહણ કરીને બંધ પાડે છે, એ આશ્ચર્યની વાત છે. છતાં આત્માને ખબર પડતી નથી કે કર્મ બંધાય છે, કારણ કે અજ્ઞાન છે. એમાં આશ્ચર્ય થાય એવું જ છે, છતાં એ હકીકત છે, કારણ કે આપણે હજી પણ જન્મ-મરણ કરીએ છીએ. ૬
પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ;
હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭
પ્રથમ આત્માને દેહાધ્યાસ હતો. દેહ એટલે ‘હું’ એ દૃષ્ટિ હતી. એટલે જ્યાં દેહ જોઈએ ત્યાં દેહને આગળ કરતાં, કારણ કે દેહ એ હું એમ માનતા હતા. હવે આત્મામાં દૃષ્ટિ થઈ એટલે આ શરીર ઉપરથી આપણો મોહ હતો તે એટલે કે દેહ સ્નેહ-રાગ હતો તે ચાલ્યો ગયો. (ચાલ્યો જાય). ૭
Jain Education International
જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત;
કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮
આ આત્મા અજ્ઞાની ક્યારથી છે ? અનાદિથી. આ કર્મનો સંયોગ ક્યારથી છે ? અનાદિથી, એટલે જ અનંતકાળ થયા આપણે જન્મ-મરણમાં રખડીએ છીએ. અનાદિથી અજ્ઞાન દશા છે. જડ-ચેતન સંયોગનો કર્તા કોઈ નથી. એમ જિનેશ્વર ભગવાન કહે છે. ૮
મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯
મૂળ દ્રવ્ય કોઈથી ઉત્પન્ન થતું નથી. એટલે આત્મા ઉત્પન્ન થતો નથી. એનો નાશ પણ થતો નથી. એવું જ પુદ્ગલ પરમાણુનું છે. એ પરમાણુ પણ અનાદિનાં છે. એ અનુભવથી સિદ્ધ થયેલું છે, અનુભવ થઈ શકે છે- એમ જિનેશ્વર ભગવાન ભાખે-કહે છે. ૯
For Personal & Private Use Only
www.jainelibrary.org