________________
શ્રી વચનામૃતજી
૭૧
એને જ્ઞાન ભાડું કહ્યું છે, એમાં ચારિત્ર પણ આવી જાય. યથાર્થ ચારિત્ર, યથાખ્યાત ચારિત્રનું પરિણામ મોક્ષ જ છે. માટે આ સિવાય કોટિ શાસ્ત્રો તમે ભણ્યા હો તો એ માત્ર “મનનો આમળો’ મનનો અહંકાર માત્ર છે. બીજું કાંઈ છે નહીં એમ તમે સમજો. ૬
ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ નંદીસૂત્રમાં સિદ્ધાંતના ભેદ બતાવતાં અન્ય ધર્મોના શાસ્ત્રોને મિથ્યાત્વનાં છે એમ કહ્યું છે. એ નંદીસૂત્રમાં એમ પણ કહ્યું છે કે જો જ્ઞાની વાંચે તો એને એ બધું જ્ઞાનરૂપ જ પરિણમે. ૭
વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા ..
શ્રેણિક રાજા પ્રથમ નરકમાં છે. એની જિંદગીમાં કોઈ દિવસ વ્રત પચ્ચખાણ કર્યા ન હતાં, છતાં પણ ભગવાન શ્રી મહાવીરના સત્સંગરૂપી સંપર્કમાં આવતાં ક્ષાયિક સમ્યત્વને પામ્યા હતા અને તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું હતું. તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ (મહાપદ્મ) નામના પ્રથમ તીર્થકર થશે. એમ ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે. એ તમે જોઈ લેશો. એનો અર્થ એવો નથી કે વ્રત પચ્ચખાણ ન કરવાં, આપણે વ્રત, પચ્ચખાણ, સંયમી જીવન ગાળ્યું હશે ત્યારે તો આ બધો જોગ આપણને મળ્યો છે, નહીં તો મનુષ્યભવ, સત્સંગ, સપુરુષની ઓળખાણ, સલ્લાસ્ત્રો વાંચવાનું, સદ્વિચારણા, વિવેક આ બધો જોગ ક્યાંથી મળે ? એટલે આ તો એક અપવાદ રૂપ દાખલો આપ્યો છે. કૃપાળુદેવે એકલાં પચ્ચખાણ, તપ, મા ખમણ, વર્ષીતપ આશય સમજ્યા વગર કે ભાવ વગર કરવાથી મોક્ષરૂપી ફળ મળતું નથી એમ કહ્યું છે. કેટલાંકનો આશય એવો ખરો કે એથી દેવગતિ મળે. દેવગતિ મળશે ત્યાં ઘણું લાંબું આયુષ્ય હશે તે દરમ્યાન પાંચમ અને છઠ્ઠો આરો ચાલ્યો ગયો હશે...
૨૭૮ આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org