________________
૪૫
શ્રી વચનામૃતજી અને એ પ્રમાણે વર્તે તો એનું કામ થઈ જાય. એટલે કૃપાળુદેવે પોતે વચનાવલી કરીને આ પત્રમાં સૌભાગભાઈને લખી મોકલાવી. આ વચનાવલી મણિલાલને અને ત્રંબકલાલને તો કામ આવે એવી હતી. આ આપણને બધાને પણ કામ આવે એવી છે, કારણ કે કૃપાળુદેવે એમાં સ્પષ્ટ મોક્ષમાર્ગ બતાવ્યો છે. આપણે વાંચીશું એટલે આપણને પણ સમજાશે કે ઓહો ! આવો મોક્ષ માર્ગ છે !
૧. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત્ સુખનો વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
આપણો જીવ એટલે આપણો આત્મા પોતાને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હોય એવું ! દુનિયામાં અંધારું છોકરું કાંખમાં (કડમાં) હોય અને કોઈ મા કહે કે મારું છોકરું ક્યાં ગયું ? તો છોકરું તો પાસે છે. કાંખમાં (કેડમાં) તેડ્યું છે, પણ પોતે ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતાને ભૂલી ગયો છે. તેથી સત્ સુખ મળતું નથી. સત્ સુખ ક્યું? મોક્ષનું સુખ, નિર્વાણનું સુખ. જે સુખથી આ દુનિયામાં બીજું મોટું સુખ કોઈ છે નહીં. અને જે સુખ આવ્યા પછી જાય નહીં એવું છે. એવો એનો આનંદ છે. આ કાંઈ ફક્ત જૈન દર્શને જ કહ્યું છે, એમ નથી, પણ બીજાં જે આસ્તિક દર્શના છે, જે પુનર્જન્મને માને છે, જીવને માને છે, ભવભ્રમણને માને છે, મોક્ષને માને છે, એવાં છએ આસ્તિક દર્શનોએ પણ કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે માટે તેને જન્મ મરણનું દુ:ખ છે .
આપણે આપણને ભૂલી ગયા છીએ ? આપણામાં કોઈકને ત્રીશ વર્ષ થયા હશે, કોઈકને ચાલીસ વર્ષ થયા હશે, કોઈકને પચાસ, કોઈકને સિત્તેર, પણ આપણે માનીએ છીએ ખરા કે આપણે પોતાને ભૂલી ગયા છીએ ? હું મને ભૂલતો હોઈશ ? હું કદાચ બીજાને ભૂલું એ બરાબર છે, પણ પોતાને કોઈ ભૂલ ? તો કહે હા, જીવ પોતાને ભૂલી ગયો છે.
૨. પોતાને ભૂલી ગયા રૂ૫ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિશંક માનવું.
આ જ અજ્ઞાન છે. હું કોણ છું એ જડતું નથી, હાથ આવતું નથી એ જ અજ્ઞાન છે. એ અંધારું જાય કેવી રીતે ? એ જન્મમરણ ટળે કેવી રીતે ? તો કહે છે કે જ્ઞાન મળવાથી. આ હું કહું છું એ તમે શંકા વગર ચોક્કસ માનજો.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
જ્ઞાન ક્યાં મળે ? મીઠાઈ ક્યાં મળે ? હલવાઈની દુકાને અને શાક ક્યાં મળે ? ભાજીવાળા પાસે. એમ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ.
લોકની લજ્જા આડે આવે છે કે આ ભાઈ તો ફલાણે ઠેકાણે જાય છે. એ પરંપરા છૂટે નહીં. આપણો કુળનો જે ધર્મ ચાલ્યો આવે છે એ છોડાય નહીં, એ ન જ છોડાય. પણ ત્યાં વાડા થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org