________________
૬ ૨
શિક્ષામૃત
માર્ગ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહાવીર ભગવાનના વખતમાં હતો. ત્યાર પછી એ જ મોક્ષમાર્ગ જે ગણધરો થયા એમના વખતમાં હતો અને સોળમા સૈકા સુધી એ જ માર્ગ હતો. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ, શ્રીમદ્ આનંદઘનજી મહારાજ સાહેબ, શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ સાહેબ થઈ ગયા ત્યાં સુધી હતો. પછી કોણ જાણે શું થયું ? પરંપરામાં લગભગ અંધારું થઈ ગયું. તો એ વખતે આ કૃપાળુદેવ થઈ ગયા તો એમણે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીના, શ્રીમદ્ આનંદઘનજીના, શ્રીમદ્ કુંદકુંદાચાર્યનાં ગ્રંથો જોઈને મોક્ષમાર્ગ ફરી શોધી કાઢ્યો. કૃપાળુદેવ જેમ જેમ સાધનામાં આગળ વધતા ગયા તેમ તેમ એમને થયું કે આગળના મહાત્માઓ લખી ગયા છે કે માર્ગ તો તીર્થકર જ પ્રવર્તાવ, આપણું ગજું નહીં. આપણે ભેગા બેસી વાંચી શકીએ, સમજી શકીએ. કૃપાળુદેવ છત્રીસમા વર્ષે ઘર છોડીને નીકળવાના હતા, કે જ્યારે એમનો વેપારનો અને ગૃહસ્થાશ્રમનો ઉદય પૂરો થતો હતો. પણ તેત્રીસ વર્ષ અને પાંચ મહિને એમનો દેહ છૂટી ગયો. મહાત્માઓ હંમેશાં બહુ કરુણાળુ હોય છે. શ્રીમદ્ આનંદઘનજી જંગલમાં રહ્યા તો પણ આપણા માટે પોતાના દ્વારા રચેલાં પદોમાં અને સ્તવનોમાં માર્ગ મૂકતા ગયા. પદો બનાવ્યાં ત્યારે તેઓ મસ્તીમાં હતા, પણ સ્તવનો બનાવ્યાં ત્યારે તેઓ આત્માના ઉપયોગમાં હતા એમ જણાય છે. પોતાના આત્માના પ્રદેશો સાવ સ્થિર હતા. એમણે એકેએક સ્તવનમાં મોક્ષમાર્ગ બતાવ્યો છે, અને જૈનના સિદ્ધાંત, સૂક્ષ્મબોધ, યથાર્થ બોધ, બધું બતાવ્યું છે. કાંઈ બાકી રાખ્યું નથી. એમ પરમ કૃપાળુદેવ ભલે બહાર ન નીકળી શક્યા. એમને એમ કે હું મોટું કોની પાસે ઉઘાડું ? પણ એમને સાયલાના પૂજ્ય સોભાગભાઈ મળી ગયા. શ્રી સોભાગભાઈ એમના આધ્યાત્મિક પરમસખા થઈ ગયા. સખા એટલે બન્નેનાં હૃદય એક, એકબીજાથી આધ્યાત્મિક રીતે કાંઈ પણ છૂપું નહીં. કૃપાળુદેવ કરતાં શ્રી સોભાગભાઈ બમણી ઉંમરના હતા. એ બન્ને વચ્ચેનો આધ્યાત્મિક સંબંધ સાત વર્ષ રહ્યો. એ સાત વર્ષમાં એ બન્ને પ૬૦ દિવસ ચોવીસે કલાક ભેગા રહ્યા હતા. એટલે એક વરસમાં સરેરાશ ૮૦ દિવસ થયા. પરમ કૃપાળુદેવ વારે ઘડીએ શ્રી સોભાગભાઈને લખે કે “કાંઈ જ્ઞાનવાર્તા લખજો, જ્ઞાનચર્ચા લખજો” અને એનો જવાબ પોતે આપે. એ સમગ્ર પત્રવ્યવહારમાં આખો મોક્ષમાર્ગ મૂકતા ગયા છે. આપણને આપણી સાધનામાં એ ઉપયોગી થાય તેમ છે. શ્રીમદ્ આનંદઘનજી મહારાજ એવી સાધના કરી ગયા છે. અમારા ગુરુદેવ પૂ. છોટાભાઈ દેસાઈ કહે કે “આપણે આપણું કરી જવું. કોઈ લપમાં પડવું નહીં. અને છૂપા રહેવું અમે ચાળીશ વર્ષ છૂપા રહ્યા, પણ કોણ જાણે શું બન્યું કે આત્માર્થી શાંતિભાઈએ અમને ઓળખી કાઢ્યા. તેઓ મારે ત્યાં આવ્યા. અને કહે “અમારે આ બધું સમજવું છે. એનું આપની પાસે જ્ઞાન છે.” મેં કહ્યું “અમારા ગુરુ છોટાભાઈ દેસાઈ કલકત્તામાં છે. એમની જ્યાં સુધી હયાતિ હોય ત્યાં સુધી જીભમાંથી એક શબ્દ પણ નીકળશે નહીં. એટલે તેઓ મુંબઈ આવ્યા અને સીધી કલકત્તાની ટિકિટ કઢાવી, પરંતુ જે દિવસે તેઓ રવાના થવાના હતા તે જ દિવસે શ્રી શાંતિભાઈ નાનચંદ ઉપર તાર આવ્યો કે “છોટાભાઈ દેસાઈએ દેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org