________________
૯૪
શિક્ષામૃત
અથાગ ત્યાગ પણ આપણે કરેલો. વનવાસ પણ સ્વીકારેલો, મૌનવ્રત પણ ધારણ કરેલ. પદ્માસનમાં બેસી આસન દઢ કરી આપણે ધ્યાન પણ કરેલું. ૧
મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો;
જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબ. ૨ મનથી મન પણ રહ્યો, સ્વબોધ કર્યો એટલે પોતે માની લીધેલું કે આ સ્વબોધ છે, તો બોધ પણ સાંભળ્યો અને વાંચ્યું, મનન કર્યું હઠ જોગ'નો પ્રયોગ કરી જોયો. ‘સુ તાર ભયો' એટલે એમાં પણ એકતાર ધ્યાન કર્યું. જપના ભેદ જાણી જપ કર્યા. તપ પણ કર્યું. ‘ઉરસેંહિ ઉદાસી લહી સબર્ષે એટલે કે સંસાર ખારો ઝેર જેવો લાગે અને હૃદયથી બધાથી ઉદાસીન થઈ ગયો. ૨
સબ શાસ્ત્રનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; '
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, ૩ શાસ્ત્રો, આગમો બધા નયપૂર્વક સાદ્વાદ શૈલીથી જાણ્યાં, પરંતુ બધાય નય સમજવાની વિદ્વત્તાનો ઉપયોગ મત મંડન ખંડનમાં - વાદવિવાદમાં બીજાં જે આસ્તિક દર્શનો છે એનું ખંડન, એ બધું ઘણી વખત કર્યું. એ ભેદ પણ સમજ્યા. આ બધાં સાધનો અત્યાર સુધી કરતા આવ્યા છીએ પણ ‘તદપિ કછુ હાથ હજુ ન પર્યો હજી પણ જન્મ મરણના ફેરા ઊભા રહ્યાં છે. આ બધું કૃપાળુદેવ મોક્ષની અપેક્ષાએ કહે છે. તમે એમ નહીં માનતા કે આ જપ, તપ કે સાધના કે ધ્યાન નકામાં છે. એ બધું તો આપણે કર્યું હોય ત્યારે તો આ બધું સાહિત્ય અને આવી ઊંચી દશાના માણસોનો આપણને સંગ થયો. આપણે સાધના કરવા માંડ્યા. એટલે એ બધું આવશ્યક છે. પણ અહીં આ તો મોક્ષની અપેક્ષાએ કહે છે. આટલું ધ્યાનમાં રાખજો. ૩ .
અબ ક્યોં ને બિચારત છે મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં?
બિન સરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?૪ એટલે જરાક આપણે વિચારીએ તો કાંઈક ખૂટે છે એવું આપણને લાગે. પેલું તો આપણે કરવાનું છે, પણ તમે એવું કેમ વિચારતાં નથી કે દુર્લભ એવો મનુષ્યદેહ મળ્યો છે. મન મળ્યું છે વિચાર કરવા માટે. આજે મોટામાં મોટી મુશ્કેલી શું છે ? માણસોને ફુરસદ નથી. No Time. બહારમાં દોડાદોડ કરવાની ફુરસદ છે; કર્મ બાંધવાની ફુરસદ છે; પણ કર્મ છોડવાની ફુરસદ નથી. આગળના મહાત્માઓ શું કહી ગયા છે એ વાંચવાની કે વિચારવાની ફુરસદ ન મળે તો કાંઈક સાધન બાકી રહી ગયાં છે એનો તમે વિચાર કરશો તો ખબર પડશે કે ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે” એટલે કે જે સપુરુષને આત્મસાક્ષાત્કાર થયો છે, જેને આત્મા-ભગવાન મળ્યા છે, એવાનો ભેટો ન થાય; કદાચ ભેટો થાય પણ ઓળખાણ પડે નહીં કારણ કે એ બધું સંસારી માણસના જેવું જ કામ કરતાં હોય તો આ મહાત્મા છે એમ કેમ ખબર પડે ? એટલે ઓળખાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org